સુરતના કબ્રસ્તાનમાં એવી વસ્તુ મળી આવી કે, જોઇને આંખો થઈ જશે પહોળી

અવારનવાર આશ્વર્ય પમાડે એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ગુજરાતમાં આવે ડાયમંડ સીટી એટલે કે સુરતમાંથી સામે આવી રહી…

અવારનવાર આશ્વર્ય પમાડે એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ગુજરાતમાં આવે ડાયમંડ સીટી એટલે કે સુરતમાંથી સામે આવી રહી છે. સુરત શહેરમાં આવેલ ઉધના વિસ્તારનાં કબ્રસ્તાનમાં કોઈ વ્યક્તિએ કબરની સાથે ચેડા કર્યાંનું સામે આવ્યું છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

અહીં કોઈ અજાણ્યા લોકોએ કુલ 2 કબરને માથાના ભાગ તરફથી ખોદીને મેલી વિદ્યા કરી હોવાની આશંકા પ્રબળ બની છે. કબરને ખોદ્યા પછી અહીં આંખ વિનાની એક ઢીંગલી તથા તાવીજ મૂકીને કોઈ વિધિ કરવામાં આવી હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ કબ્રસ્તાનમાં માત્ર રેલવે કર્મચારીઓની જ અંતિમવિધિ કરવામાં આવે છે.

કબરનાં ખાડાઓમાંથી આંખ વિનાની ઢીંગલી મળતા હોબાળો મચી જવા પામ્યો છે. ઘટનાની મળતી જાણકારી મુજબ ઉધના રેલવે કબ્રસ્તાનમાં 2 દિવસમાં કુલ 2 કબર માથાના ભાગેથી ખોદાયેલી હાલતમાં જોવા મળી છે. આથી અહીં કોઈ મેલી વિદ્યા કરી હોવાની આશંકા પ્રબળ બની છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

આટલું જ નહીં પરંતુ કબરના ખોદાયેલા ભાગે આંખ વિનાની તાવીજ વાળી ઢીંગલી મળી આવતાં ઘણાં પ્રશ્નો ઊભા થયા છે. બ્રિટિશકાળ સમયના આ કબ્રસ્તાનમાં રેલવે કર્મચારીઓની જ દફન વિધિ થતી હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક અલી મોહમ્મદનાં પુત્ર રાજુભાઈએ જણાવતાં કહ્યું હતું કે, મારા પિતાનું 27મી જુલાઈના રોજ અવસાન થયું હતું.

ત્યારબાદ એમને અહીં દફન કરવામાં આવ્યાં હતા. સોમવારની સવારમાં એમની કબર માથાના ભાગે ખોદેલ હાલતમાં જોવાં મળી હતી. અહીં એક ઢીંગલી પણ મળી આવી હતી. જેને જોતાં લાગી રહ્યું છે, કે અહીં કોઈ મેલી વિદ્યા કરવામાં આવી હશે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

સુરતમાં આવેલ જે કબ્રસ્તાનમાં આ ઘટના બની છે. એ કુલ 150 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. કબ્રસ્તાનમાં આવા બનાવ બનવાની મૃતકના પરિવારે નિંદા કરી છે. અહી નોંધનીય છે કે, તાંત્રિકો કબ્રસ્તાનમાં રાત્રે મેલી વિદ્યા કરતાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *