ધનતેરસે હરામનું ધન કમાવા જતા મહિલા તલાટી અને વચેટીયાને સુરત ACB એ ફિલ્મીઢબે પકડ્યા

સુરતમાં ધનતેરસના દિવસે જ હરામના ધનની માંગણી કરી ઘરપૂજા કરવા માંગતા બે લાંચિયાને સુરત ACB એ જડપી પાડ્યા છે. સુરતના પાલનપુર ગામ અને ઇન્સ્ચાર્જ અડાજણના તલાટીએ ફરિયાદીના મિત્રનું પેઢીનામું બનાવવા માટે 1500 રૂપિયાની લાંચ માંગી હતી. જો કે ભાવતાલના અંતે 1 હજાર રૂપિયામાં નક્કી કરાયું હતું. જો કે, ફરિયાદી રૂપિયા આપવા માંગતા ન હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. અને ACB એ આ બંને ને રંગેહાથે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હોવાની વાત સામે આવી છે.

સુરતના પાલનપુર ગામ અને ઇન્સ્ચાર્જ અડાજણના તલાટી હિરલબેન નવીનચંદ્ર ધોળકીયા વર્ગ- 3, (રહે. મકાન નં. 6, હરિકુંજ–2, નાના વરાછા)એ ના પેઢીનામું બનાવવા માટે લાંચ માંગી રહ્યાં હતાં. અડાજણ ગામ સિટી તલાટીની ઓફિસે પેઢીનામું તૈયાર કરવાના 1500 રૂપિયા નક્કી કર્યા બાદ અંતે હજાર રૂપિયાની લાંચ નક્કી કરવામાં આવી હતી. આ લાંચ ફરિયાદીએ કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ, (ખાનગી વ્યક્તિ) (રહે. માસ્તર ફળીયું, જુનાગામ, તા.ચોર્યાસી)ને આપવાની હતી. બન્ને લાંચ લેતા સિટી તલાટીની ઓફિસમાં જ રંગે હાથ ઝડપાયા હતાં.

અડાજણ સિટી તલાટીની ઓફિસમાં તલાટી હિરલે વતી લાંચ લેનાર કાંતિ પટેલે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. બાદમાં તલાટીએ સમંતિ આપી હતી. જેથી કાંતિ પટેલે લાંચની રકમ સ્વીકારી હતી. જેથી તલાટી અને વચેટીયા કાંતિ પટેલની એકબીજાની મદદગીરીમાં લાંચનો ગુનો ACBના છટકામાં ઝડપાઈ જતાં બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *