સુરત શહેરમાં અવાર નવાર ડ્રગ્સ અને ગાંજાનાં કેસો સામે આવતા રહે છે. તેવા સમયમાં હાલ એક નવો બનાવ સામે આવ્યો છે. કોવિડ-19 મહામારીમાં બેકાર બનેલા લોકો પરિવારનું ગુજરાન ચલાવ કાયમ ગુનાખોરી બાજુ આગળ વધે છે. તે સમયે કોવિડ-19 લઇને વેપાર ચાલતો ન હોવાની સાથે આંખમાં ચશ્માનાં નંબર આવવાના લીધે કામ થતું ન હતું.
છેલ્લા એક વર્ષથી ઓરિસ્સા રાજ્યથી ગાંજો મંગાવી હોલસેલમાં વેચવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. જો કે, પોલીસ દ્વારા આ ટેલરને કબજે કરીને લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો પણ કબ્જ કરવામાં આવ્યો છે. કોવિડ-19 મહામારીમાં હજી પણ લોકોનાં વેપાર ઉધોગ સરખા શરુ થયા નથી.
તે સમયે પરિવારજનોનું ગુજરાન ચાલવું મુશ્કેલ પડી જતા ઘણા લોકોએ આત્મહત્યા કરી છે. તો ઘણા લોકો ગુનાખોરી બાજુ આગળ વધ્યા છે. તે સમયે સુરત પોલીસને એક વાસ્તવિકતા મળી હતી. કોવિડ-19 લઇને વેપાર ન ચાલતો હોવાથી તેમજ એમાં પણ આંખમાં ચશ્માનો નામર આવતા કામ ન કરી શકતા એક ટેલર દ્વારા છેલ્લા ઘણા સમયથી ગાંજાનો વેપાર ચાલુ કરવામાં આવ્યો છે.
જો કે, આ હકીકતનાં આધાર રૂપ પોલીસ દ્વારા સુરત શહેરનાં ઉધના વિસ્તારમાં આવેલ બમરોલી રોડ આશીર્વાદ ટાઉનશીપની વિભાગ 1ની બાજુમાં ઇડબ્લ્યુએસ આવાસ બિલ્ડીંગ નં.એ/2 રૂમ નં.12માં રેઈડ પાડવામાં આવી હતી. આ રેડમાં ઘરમાં સંતાડવામાં આવેલ રૂપિયા 7.36 લાખની મત્તાનાં 73 કિલો 600 ગ્રામ ગાંજાની સાથે કે.ચંદ્રશેખર કે.વૃંદાવન રાવ, મૂળ રહેઠાણ-ગંજામ, ઓરિસ્સાને પકડી લીધા.
એની પાસેથી એક મોબાઈલ મળીને કુલ 7,75,550 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જો કે, આ વ્યક્તિ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ કરતા આ વ્યક્તિ પહેલા ટેલરીંગ કામ કરી રહ્યો હતો. પણ ચશ્માનાં નંબર આવવાના લીધે કામ થતું ન હતું. તેણે છેલ્લા એક વર્ષથી ઓરિસ્સા રાજ્યથી ગાંજો મંગાવી હોલસેલમાં વેચવાનું ચાલુ કરવામાં આવ્યું હતું.
તે ફક્ત મોબાઈલ ઉપર સંપર્ક કરીને હોલસેલમાં ગાંજાની હેરફેર કરતો હતો. જો કે, પોલીસ દ્વારા આ વ્યક્તિને ગાંજો આપનાર તેમજ એની પાસે ગાંજો મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધારે આગળ કાર્યવાહી ચાલુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle