વડોદરામાં એકસાથે 3 લક્ઝુરિયસ કાર દારૂથી ભરેલી મળી આવતા પોલીસ તંત્રમાં મચ્યો ખળભળાટ

સમગ્ર રાજ્યમાં દારુ પર પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર દારૂની હેરાફેરી થતી હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજ્યમાંથી ફરી એકવાર આવી જ…

સમગ્ર રાજ્યમાં દારુ પર પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર દારૂની હેરાફેરી થતી હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજ્યમાંથી ફરી એકવાર આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કથિત દારૂબંધીની વચ્ચે ચારેયબાજુ દારૂની રેલમછેલ ચાલી રહી છે.

વડોદરાનાં હરણી પોલીસ દ્વારા ન્યૂ વીઆઇપી રોડ પર આવેલ નીલ નંદન કોમ્પલેક્ષની પાછળ એકસાથે 3 લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 બુટલેગરને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કુલ 7.23 લાખ રૂપિયાનાં વિદેશી દારૂ, કુલ 3 કાર તથા મોબાઇલ સહિત મળીને કુલ 20.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

હરણી પોલીસને બાતમી મળી હતી કે, ન્યૂ વીઆઇપી રોડ પર આવેલ નીલ નંદન કોમ્પલેક્ષની પાછલ એકસાથે 3 ગાડીમાં દારૂનું કટિંગ થવાનું છે. મળેલ બાતમીને આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા વિદેશી દારૂની સાથે 3 બુટલેગરને પકડી પાડવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા આરોપી મધ્યપ્રદેશમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતેન કૈલાસ પાનવેલ તથા અભીલાષ સિંહ ઠાકુર અને અમીત શાંતિલાલ માળી એકસાથે 3 લક્ઝુરિયસ કાર તથા વિદેશી દારૂના જથ્થાની સાથે ધરપકડ કરવામાં આવી હતી. હરણી પોલીસ દ્વારા કુલ 7.23 લાખ રૂપિયાનો વિદેશી દારૂ, 13 લાખ રૂપિયાની 3 કાર તથા 8500 રૂપિયાના 4 મોબાઇલ મળીને કુલ 20,32,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ત્રણેય બુટલેગરોની વિરુદ્ધ ગુનો નોંધીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે દારૂ જેને પહોંચાડવાનો હતો તે આરોપી કિરણ શ્યામલાલ કહાને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો હતો. આગળની તપાસ કરતાં હવે જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *