સુરતમાં વધ્યો લુખ્ખાતત્વોનો આતંક: ચાના પૈસા માંગતા કારીગરની ધોલાઈ કરી, મારામારી CCTVમાં કેદ

ગુજરાતમાં સતત ગુનાખોરીના કેસે વધી રહ્યા છે. તેના માટે પોલીસની અસામાજિક તત્વો પ્રત્યેની ઢીલી નીતિ જવાબદાર છે. સુરતમાં સતત છેલ્લા 3 દિવસથી હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગતરોજ એક ચાની દુકાન પર ચા પીધા બાદ ચાના રૂપિયા માંગતા અસામાજિક તત્વો દ્વારા દુકાનમાં કામ કરતા કારીગરને મારમારવામાં આવ્યો હતો.

જોકે, મારામારીની આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલ સીસીટીવીમાં કેદ થઈ છે. હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. પોલીસે દુકાનદારની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. આવી જીણી મોટી અનેક ઘટનાઓ સુરત શહેરમાં દિવસ દરમિયાન ઘટી જતી હોય છે પરંતુ પોલીસ ફરિયાદ સુધી ન પહોંચતા ઉજાગર થતી નથી.

આ સમગ્ર ઘટના વિશે મળતી માહિતી અનુસાર, ગતરોજ સુરતના ઝાપબજાર ખાતે આવેલી એક ચાની દુકાન પર ચા પીવા આવેલા કેટલાક અસામાજિક તત્વોએ ચા પીધા બાદ દુકાનદારે રૂપિયા માગતાની સાથે જ ખેલ શરૂ કર્યા હતા અને દુકાનમાં કામ કરતા કારીગરને મારમારવા લાગ્યા હતા. જોકે કારીગરે મારમારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસ કેસ કર્યો હતો. પોલીસે આ સીસીટીવીના આધારે આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.

હાલમાં સુરત શહેર ક્રાઇમ સીટી તરીકેની બદનામી વહોરવાના દિવસો આવી રહ્યા છે અને આ ક્રાઇમની ઘટનાને લઇને સુરત જાણે કોઈ એવોર્ડ લેવા નીકળ્યું હોય તેવી શક્તયતાઓ પણ નકારી નથી શકાતી કારણકે સુરત માં સતત હત્યા, હત્યાના પ્રયાસ અને બળાત્કાર ઘટના સામે આવી રહી છે. જોકે પોલીસ નિષ્ક્રિયતા પગલે સુરત ગુનાખોરી સાથે ગુનેગારો બેફામ બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *