કોરોના વચ્ચે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે બે શિક્ષકોએ શરુ કરી અનોખી પહેલ- જણીને તમને પણ થશે ગર્વ

ડેડીયાપાડાના સામરપાડા ખાતે હળપતિ સેવા સંઘ સંચાલિત આશ્રમશાળા કાર્યરત છે. જેમાં ધોરણ 1 થી 8માં 150 કરતાં પણ વધુ કુમાર-કન્યાઓ ઉત્તમ રીતે અભ્યાસ કરી રહ્યા…

ડેડીયાપાડાના સામરપાડા ખાતે હળપતિ સેવા સંઘ સંચાલિત આશ્રમશાળા કાર્યરત છે. જેમાં ધોરણ 1 થી 8માં 150 કરતાં પણ વધુ કુમાર-કન્યાઓ ઉત્તમ રીતે અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ, છેલ્લા એકાદ વર્ષથી કોરોના રોગને કારણે જાહેર રજાઓ આપવામાં આવી છે. ગરીબ બાળકોને શિક્ષણ પ્રત્યે ખૂબ લાગણીઓ અને ચિંતા હોય છે. જેથી માનવતાના ધોરણે સરકારની ગાઈડલાઈન મુજબ મોબાઈલ, ટી.વી. અત્યાધુનિક સાધનો દ્વારા શિક્ષણ આપવાના સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

જેમાં અંતરિયાળ પહાડી અને ડુંગરાળ વિસ્તારના બાળકો અને મહારાષ્ટ્ર બોર્ડર ગામના બાળકોને મોબાઈલ નેટવર્કમાં ખૂબ પ્રોબ્લેમ જોવા મળ્યા હતા. જેના કારણે શાળાના આચાર્ય અર્જુન. બી.પટેલના માર્ગદર્શન હેઠળ જીતેન્દ્ર ભગુ પટેલ અને નિકુંજકુમાર ગિરીશ પટેલ આ બે શિક્ષકો તેમના પોતાના સ્વખર્ચે ગરીબ બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે દૂર દૂર જઈ આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ પૂરું પડે છે.

આ બંને શિક્ષકો અલગ અલગ પહાડી વિસ્તારના ગામડાઓમાં ઝૂંપડે ઝૂંપડે જઈ શિક્ષણ અને આરોગ્ય વિષયક માહિતીઓ પૂરી પાડવાના પોતાના જીવનું જોખમ લઈ સતત પ્રયત્ન કરતા રહ્યા છે. “કોરોના મહામારી” ના આવા કપરા સમયમાં જીવના જોખમે આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ આપતા આ બે શિક્ષકોએ શિક્ષણની સુગંધ પ્રસરાવી છે અને એક ઉત્તમ ઉદાહરણરૂપ સાબિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *