Surat News: સ્વાદના રસિયા સુરતીઓ ખાવા-પીવાના શોખીન હોય છે.સુરતીઓ મોટા ભાગે હોટલ, રેસ્ટોરન્ટ અને લારી પર અવનવી ટેસ્ટી વાનગીઓ આરોગતા જોવા મળતા હોય છે. તેમના જીભના સ્વાદને પોષવા માટે બજારમાં અનેક વાનગીઓ મળે છે. મોટા પ્રમાણમાં વાનગીઓ બનાવી તે સસ્તામાં વેચી વધુ કમાણી કરવા માટે હોટલ, રેસ્ટોરન્ટ અને ફુડની લારીવાળાઓ ભેળસેળયુક્ત નકલી વસ્તુઓનો ઉપયોગ કરતા હોવાની વિગતો બહાર આવી છે.સુરતમાં(Surat News) પાંડેસરા અને ઉધના વિસ્તારમાં વેચવા માટે અખાદ્ય પનીરનો જથ્થો આરોગ્ય વિભાગના હાથે લાગ્યો હતો. ત્યારબાદ તેના સેમ્પલિંગ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભેળસેળયુક્ત ઘી ઝડપાયું છે. રાંદેર પોલીસે ભેળસેળયુક્ત ઘીના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડ્યો હતો.
ભેળસેળયુક્ત ઘી બનાવનાર આરોપી ઝડપાયો
બુધવારે સુરત મનપાના (SMC) આરોગ્ય વિભાગે બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાંથી નકલી પનીર પકડી પાડ્યું હતું. આ નકલી પનીર વલસાડથી આવતું હતું અને તે પાંડેસરાની હોટલોમાં 150થી 180ના ભાવે વેચાતું હતું. હોટલવાળા નકલી પનીરમાંથી વિવિધ વાનગીઓ બનાવી લોકોને પીરસતા હતા. નકલી પનીર પકડાયાની ગણતરીના કલાકોમાં સુરતમાંથી ભેળસેળયુક્ત નકલી ઘીનો (Duplicate Ghee) જથ્થો પકડાયો છે.સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલા ગોગાચોક સાંઈનાથ સોસાયટીમાં એક શખસ ભેળસેળયુક્ત ઘી બનાવી વેચાણ કરતો હોવાની માહિતીને લઈને પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રાજેશ હરગોવનભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો.
રાંદેરમાં જ ભેળસેળયુક્ત ઘી બનાવાતું હતું
પોલીસે અહીંથી ભેળસેળ ઘી બનાવવાની સાધનસામગ્રી તથા 3400 રૂપિયાની કિંમતના વનસ્પતિ 15 કીલોગ્રામના 2 નંગ ડબ્બા, 8250 રૂપિયાની કિંમતના જેમીની રિફાઇન્ડ સોયાબીન તેલ 15 કિલોગ્રામના સીલબંધ 5 ડબ્બા, 5100 રૂપિયાની કિંમતના રાગ વનસ્પતિ 15 કિલોગ્રામના પતરાના સીલબંધ 3 ડબ્બા તથા ભેળસેળયુક્ત પતરાના 15 કિલોગ્રામના ખુલ્લા ઢાંકણવાળા 5 ડબ્બા જેની કુલ કિંમત 12000 તથા 5.5 કિલોગ્રામ ભેળસેળયુક્ત છૂટક ઘી મળી કુલ 29630 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે
આ રીતે બનાવતો હતો ડુપ્લીકેટ ઘી
પૂછપરછ દરમિયાન આરોપીએ નકલી ઘી બનાવવાનો ડેમો પોલીસને બતાવ્યો હતો, જે જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. તે ઈસમ સોયાબીન તેલ, હળદર, ડાલડા ઘી તેમજ અન્ય કેમિકલનો ઉપયોગ કરીને શુદ્ધ ઘી જેવો જ સ્વાદ અને દેખાવ ધરાવતું ઘી બનાવતો હતો. ડુપ્લિકેટ ઘીનો કલર જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. લેબોરેટરીમાં ટેસ્ટ બાદ જ ઘી નકલી છે કે અસલી તે હદે ડુપ્લિકેશન કરવામાં આવતું હતું.પોલીસે પણ ડુપ્લિકેટ ઘીનો કલર જોઈને ચોંકી ઉઠી હતી. ડુપ્લિકેટ ઘી અને શુદ્ધ ઘી વચ્ચે અંતર શોધવું પણ મુશ્કેલ બને એ પ્રકારનું ઘી તૈયાર કરવામાં આવ્યું હતું. માત્રને માત્ર લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા બાદ જ તેની સત્યતા જાણી શકાય એ હદે ડુપ્લિકેશન કરવામાં આવતું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App