સુરત માં રજિસ્ટ્રેશન વગર ની ડાયમંડ કંપનીઓ નો રાફડો ફાટ્યો મજુર કાયદા મુજબ જે કંપની મા 20 કે તેના થી વધારે કામદારો કામ કરતા હોય તે ફેકટરી એ (ફેકટરી એકટ-1948)એટલે કે કારખાના ધારા હેઠળ પોતાની કંપની ની નોંધણી કરાવી લાઇસન્સ ફરજિયાત લેવુ પડે છે પરંતુ હીરાઉધોગ મા ફેકટરી ઓ વગર લાઈસન્સ એ કારખાના ઓ ચલાવી મસમોટુ કૌભાંડ આચરવા મા આવી રહ્યુ છે.
આ કૌભાંડ થી સરકાર ની તેજોરી ને મોટુ નુકશાન થઈ રહ્યુ છે અને બીજી તરફ ફેકટરી મા કામ કરતા રત્નકલાકારો ના હિતો ને પણ નુકશાન પહોંચાડવા નુ આયોજનપૂર્વક નુ કૌભાંડ ચાલી રહ્યુ છે અમે જે કતારગામ ની 21 કંપની ઓ ની ફરિયાદ કરી તેમા 13 કંપની ઓ પાસે તો ફેકટરી એકટ હેઠળ નુ લાઇસન્સ જ નથી જે ખૂબ ગંભીર બાબત છે
સુરત માં ડાયમંડ વર્કર યુનિયન આવ્યું હરકત માં,હીરાઉધોગ મા વર્ષો થી મજુર કાયદા નો ભંગ કરી રત્નકલાકારો ને તેમના મળવાપાત્ર લાભો થી વંચિત રાખી શોષણ કરવા મા આવે છે જેના કારણે હીરાઉધોગ મા એક તરફી વિકાસ થઈ રહ્યો અને ઉધોગપતિઓ માલામાલ અને રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે ફેકટરી એકટ હેઠળ નોંધણી કરાવેલી ફેકટરી મા કામ કરતા કામદારો એટલે કે રત્નકલાકારો પી.એફ.બોનસ.પગાર સ્લીપ,હકરજા,ઓળખપત્ર, ગ્રેજ્યુટી, ઈ, એસ,આઈ,ઓવરટાઈમ નો અલગ પગાર ,મોંઘવારી પ્રમાણે નો પગાર વધારો,સહિત ના લાભો આપવા પડે છે પરંતુ રત્નકલાકારો આ બધા લાભો મેળવવા ની પાત્રતા ધરાવતા હોવા છતા તેમને ઉપરોક્ત લાભો થી વંચિત રાખવા મા આવે છે
સમગ્ર સુરત મા આવા અનેક અન રજીસ્ટર કારખાના,કોરોના વાયરસ ના કારણે જ્યાર થી લોકડાઉન જાહેર કરવા મા આવ્યુ હતુ, ત્યાર થી રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા હતા કેમ કે સરકાર ના પરિપત્ર મુજબ તેમને ઉધોગપતિઓ એ લોકડાઉન નો પગાર ચૂકવ્યો નહોતો. તો બીજી તરફ સરકારે પણ રત્નકલાકારો ને કોઈ જ આર્થિક મદદ કરી નહોતી. જેના કારણે ઘણા રત્નકલાકારો એ બેરોજગારી અને આર્થિક સંકટ ના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા હતા.
દિવાળી ના વેકેશન મા બોનસ એકટ હેઠળ રત્નકલાકારો ને બોનસ આપવો જોઈએ એવી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માંગણી કરી હતી તે મુજબ કંપની ઓ એ નિયમ નુ પાલન નહી કરતા અમારે ફરિયાદ કરવા ની ફરજ પડી હતી અમારી ફરિયાદ ને અનુસંધાને સંયુક્ત નિયામકશ્રી ઔધોગિક સલામતી અને સુરક્ષા ની કચેરી 21 કંપની ઓ ને નોટિસ પાઠવી છે અને લેબર કોર્ટ મા કેસ દાખલ કરવા આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
સરકારી તિજોરી અને રત્નકલાકારો ના અધિકારો ને મોટું નુકશાન સમગ્ર સુરત મા આવા અનેક અન રજીસ્ટર કારખાના તંત્ર કોઈ પણ સમયે કરશે કાર્યવાહી ત્યારે હીરાઉધોગ ના રત્નકલાકારો ની સમસ્યાઓ ઉકેલવા મા નહી આવે તો અમારે અન્ય વિકલ્પો વિચારવા પડશે અને આવનારી વિધાનસભા ની ચૂંટણી મા પણ સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી ની માફક જ અમારે સતાપક્ષ ને અમારા રત્નકલાકારો એ જાગૃત થઈને સંગઠિત થઈ પોતાની એકતા ની શક્તિ બતાવવી પડશે તેવું સુરત માં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું.