સુરત(surat): શહેરમાં ગુંડાગીરી ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને ચેઇન-સ્નેચિંગ (Chain-snatching)ની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલ આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં Surat ના રાંદેર (Rander)ના તારવાડી વિસ્તારમાં 58 વર્ષીય વૃદ્ધ મહિલાને તો ચેઇન-સ્નેચરોએ માર મારી રોડ પર પછાડીને ગળામાંથી 45,000ની ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. મહિલા સાથે બનેલી આ ઘટના સોસાયટીના CCTVમાં કેદ થઈ ગઈ છે. હાલ આ અંગે Surat પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
View this post on Instagram
58 વર્ષીય વૃદ્ધ મહિલા ચેઇન-સ્નેચરનો શિકાર બની:
મળતી માહિતી અનુસાર, 58 વર્ષીય નીતાબહેન મકવાણા Surat ના રાંદેર તાડવાડી પાસે રહે છે. ત્યારે તેઓ તાડવાડી સંગના સોસાયટીમાંથી પસાર થઇ રહ્યાં હતાં. આ દરમિયાનન ત્યાંથી બાઈકસવાર બે ઈસમ મોઢે માસ્ક પહેરીને આવ્યા હતા. આ સમયે સોસાયટીનો સૂમસામ રસ્તો જોઈ ત્યાંથી પસાર થઈ રહેલાં વૃદ્ધાના ગળામાં પહેરેલી 45 હજારની સોનાની ચેઇન ઝૂંટવી બંને શખ્શ ફરાર થઈ ગયા હતા.
મહિલાને માર મારી લૂંટ ચલાવી:
આટલું જ નહિ, આ સિવાય લૂંટારાઓના હાથમાં મહિલાના ગળામાંથી ચેઈન ન આવતાં મહિલાને માર પણ માર્યો હતો. આ અંગે ભોગ બનનારી મહિલાએ જણાવ્યું કે, પહેલા તો ચેઇન હાથમાં ન આવતા તેઓ બાઈક પર આગળ ચાલ્યા ગયા હતા, પરંતુ અચાનક જ તેઓ આગળ રોકાઈને પાછળ બેસેલી વ્યક્તિ મારી પાસે દોડતી આવી અને મને લાગ્યું આ મારું ગળું કાપી નાખશે. મારી પાસે આવીને મારા ગળામાંથી ચેઈન કાપવા માંડ્યો હતો. ત્યારે મેં તેનો પ્રતિકાર કર્યો હતો, જેથી સ્નેચરોએ મને માર મારી હતી, ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ ધક્કો મારી નીચે પાડી દીધી હતી. તેમ છતાં મારા દ્વારા પ્રતિકાર કરતાં તેણે મને તમાચા માર્યા હતા. મને રસ્તા પર ધસડી હતી.
હું રોતી રહી અને બૂમ પાડતી રહી:
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બંને લૂંટારાએ મને રોડ પર પછાડી, ઘસડી માર મારીને ચેઇન લૂંટી જતાં મને હાથની હથેળીમાં અને પગના ઘૂંટણમાં ખૂબ જ વાગ્યું હતું. હું રડી રહી હતી. ત્યારે મારો આ અવાજ મારી દીકરીને સંભળાતાં તે ત્યાં દોડતી આવી હતી. ત્યાર બાદ આજુબાજુથી તમામ લોકો દોડી આવ્યા હતા. જોકે આ બધા આવે એ પહેલાં ગળામાંથી ચેઈન ઝૂંટવીને બંને જણા બાઈક પર ભાગી ગયા હતા. તેથી આ અંગે મહિલા દ્વારા ચેઈન-સ્નેચરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને પગલે હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.