ભાજપની ગુંડાગીરીમાંથી છૂટવું હોય તો એક વખત સાવરણો ફેરવી દો- વિડીયોમાં જુઓ ગોપાલ ઈટાલીયાએ કેવી રીતે ભાજપનો ઉધડો લીધો

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) આડે હવે 6 મહિના જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ(BJP)ની સાથે સાથે આપ અને કોંગ્રેસે(Congress) પણ તડામાર તૈયારીમાં લાગી…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) આડે હવે 6 મહિના જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ(BJP)ની સાથે સાથે આપ અને કોંગ્રેસે(Congress) પણ તડામાર તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતમાં પહેલીવાર જોરદાર પ્રદર્શન કરીને આમ આદમી પાર્ટી(AAP) પણ ઉભરી આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા ગામડે-ગામડે અને ઘરે-ઘરે જઈને દિલ્હી મોડેલ અંગેનો સંદેશો લોકો સુધી પહોચાડવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો લોકોની સમસ્યાનું જેમ બને તેમ વહેલી તકે નિરાકરણ લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.

પરિવર્તન યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ ભાજપ સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, આ પરિવર્તન યાત્રા ભાજપ-કોંગ્રેસે ફેલાવેલા અંધકારને અજવાળા તરફ લઇ જવાની યાત્રા છે. આવડા મોટા દેશમાં આટલી મોટી સરકારોમાં આપણા જેવા નાના માણસોનું કોણ? આ બધા નાના માણસોના આપણે જ આમ આદમીઓ ભેગા થઇને આમ આદમી પાર્ટીના માધ્યમથી એક થઇને આપણે કઈક કરીશું.

વધુમાં તેમણે કહ્યું છે કે, મોટા મોટા નેતાઓ સુધી આપણી વાતો પહોચતી નથી. આપણી પીડાઓ મોટા મોટા નેતાઓના બહેરા કાન સુધી જતી નથી. વિશાળ કદના નેતાઓને આપણી સમસ્યાઓ દેખાતી નથી. આપણી પાસે આપણા બાળકોના ફી ભરવાના પૈસા ના હોય અને મોટા મોટા નેતાઓ કરોડો રૂપિયો બગાડે, કરોડો રૂપિયા બનાવે, કરોડો રૂપિયાના ફાર્મ હાઉસ બનાવે. ત્યારે આવી સ્થિતિને બદલવા માટે આ પરિસ્થિતિને સુધારવા માટે આમ આદમી પાર્ટી સાથે અનેક લોકો પ્રયત્નો કરી રહ્યા છે.

ગોપાલ ઈટાલીયાએ વધુમાં કહ્યું છે કે, આમ આદમી પાર્ટી સારું કામ કરે છે, સારા લોકો એની અંદર જોડાયા છે. કઈક સારું થાય તે માટે દિવસ-રાત મહેનત કરે છે. ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ગામે-ગામમાં એક સંદેશ એવો છે કે, અમે જાહેરમાં નહિ આવીએ પણ ચુંટણી સમયે ટેકો કરશું, આટલી હદે ભાજપે ગુંડાગીરી ગુજરાતમાં ફેલાવી છે. આપણે સરકારને આપણા ધંધા બંધ કરાવવા મત આપીએ છીએ કે, આપણા ધંધાઓ શરુ રહે તે માટે આપીએ છીએ? આ બધા પ્રશ્નનો એક જ જવાબ છે કે, આમ આદમી પાર્ટી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *