ગુજરાતમાં ઘણી વખત અપહરણનાં બનાવ બનતા હોય છે. સુરત શહેરનાં પાંડેસરા વિસ્તારમાં રહેનાર શ્રમજીવી પરિવારની 3 વર્ષીય દીકરીનું એનાં પિતાનાં એક મિત્ર દ્વારા જ કપડાં આપવા માટેનાં બહાને અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટના પછી પોલીસ દોડતી થઈ ગઈ છે.
આ કેસમાં 4 દિવસ પછી પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા બાળકીને શોધવા માટે 4 ટીમ કામ પર લગાડવામાં આવી છે. સુરત શહેરમાં નાની બાળાઓ સાથે છેડછાડ તેમજ દુષ્કર્મનાં બનાવો સતત બને છે. તેથી બાળકીઓની સુરક્ષાને લઈને પોલીસ સતર્ક બને છે. સુરતમાં પાછો એક વખત 3 વર્ષીય બાળકીનાં અપહરણની બનાવ બહાર આવી જતા પોલીસ દોડતી થઇ છે. સુરત શહેરનાં પાંડેસરા-વાલક રોડ પર રહેતા પરપ્રાંતીય પરિવારનો ઇમ્તિયાઝ તારીખ 13નાં દિવસે સુરત રેલવે સ્ટેશન ખાતે ગયો હતો.
અહીંયા તેને તેનો એક મિત્ર સંજય મળ્યો હતો. ઇમ્તિયાઝ એને તેનાં ઘરે જમવા લઇ ગયો હતો. ઇમ્તિયાઝ તેમજ સંજય અગાઉ સાથે કામ કરી રહ્યા હતા. બપોરનાં ત્રણેક વાગ્યાનાં આસપાસ ઇમ્તિયાઝ, એની પત્ની નિશાન તેમજ 2 સંતાન અને સંજય બેગમપુરા મોતી ટોકિઝ ખાતે કપડાં ખરીદવા માટે ગયા હતા. બધા લોકો સાંજનાં સમયે 6 વાગ્યે પાછા ઘરે આવી ગયા હતા. ઇમ્તિયાઝની પત્ની જમવાનું બનાવતી હતી તે સમયે ઇમ્તિયાઝની પુત્રી તેમજ પુત્રને સંજય બજારમાં ફેરવવા માટે લઇ ગયો હતો.
જો કે, ગણતરીની મિનિટોમાં પુત્ર પાછો આવી ગયો હતો પરંતુ પુત્રી પાછી ન આવતા પરિવાર જનોને શંકા પડી હતી. ઇમ્તિયાઝનાં પુત્ર દ્વારા સંજય એની બહેનને સાથે લઈ ગયાનું કહ્યું હતું. સંજય પાછો ન આવતા પરિવાર જનોએ ત્યાંના સ્થાનિક વિસ્તારો સિવાય વાલક રોડ પર ભરાતા બજારમાં શોધખોળ કરી હતી. પણ 3 વર્ષીય બાળકીનો ક્યાંય પત્તો ન મળતા છેવટે ગયા દિવસે આ પરિવાર જનોએ ઘટના વિશે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી.
પોલીસ દ્વારા છેલ્લા 5 દિવસથી ગુમ 3 વર્ષીય માસૂમ બાળાની શોધખોળ માટે જુદી જુદી 4 ટીમ બનાવી ત્યાંના સ્થાનિક વિસ્તાર સિવાય તેઓ જ્યાં કપડાંની ખરીદી કરવા માટે ગયા હતા તે બેગમપુરા-મોતી ટોકિઝ વિસ્તાર તેમજ દિલ્લી ગેટ વિસ્તારનાં CCTV ફોટા ચેક કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. ઇમ્તિયાઝ પાસે સંજયનો મોબાઇલ નંબર તેમજ પુત્રીનો ફોટો પણ ન હોવાનાં લીધે પોલીસ મૂંઝવણમાં મૂકાઇ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle