Surat news: રાજ્યમાં ઘણી વાર ટો કોન્ટ્રાક્ટરના કારણે સામાન્ય જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે, બાઈક કે ગાડી યોગ્ય જગ્યાએ પાર્કિગ કરેલું હોવા છતા ઘણી વખત તેઓ ટોઈંગ કરી જાય છે તેવી નાગરિકો ફરિયાદ કરતા હોય છે, પરંતુ આજે એક સુરતમાંથી(Surat news) ટો કોન્ટ્રોક્ટરની ખુલ્લેઆમ દાદાગીરીની ઘટના સામે આવી રહી છે.
ટો-કોન્ટ્રાક્ટરની દાદાગીરી
સુરતમાં ટો-કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે આવી રહી છે. પાર્ક કરેલી બાઈકની ટો-કર્મચારીએ ટો કરી લીધી હતી. પોલીસને રજૂઆત કરવા છતા પોલીસે પણ આંખ આડા કાન કરી દીધા હતાં. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આઈ રહ્યો છે. ટો-કર્મચારીઓને કાયદાનો ડર ન હોય તેમ બેજવાબદારી ભર્યા વર્તનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
‘સબ ગોલ માલ હેં’
જે વીડિયોમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, પાર્કિગ સ્થળ પરથી ટો કર્મચારી પાર્ક કરેલી ગાડીને ઉચકીને તેઓ લઈ જઈ રહ્યો છે. જે ગાડી કોઈ રોડ વચ્ચે કે, ટ્રાફિકમાં હતી જ નહી ચોક્કસ પાર્કિગના સ્થળ પર મુકેલી હતી. જો કે, વાહન માલિક તે ટો કર્મચારીને રોકવાનો ઘણો પ્રયત્ન કરે છે પરંતુ એક પણ શબ્દ બોલ્યા વિના ટો કર્મચારી ગાડીને ઉચકીને લઈ જાય છે. જો કે, આ દર્શ્યોમાં વચ્ચે પોલીસ કર્મી પણ જોવા મળે છે અને વાહન માલિક પોલીસને જણાવે છે કે, આ પાર્કિગમાંથી ગાડી લઈ આવ્યા છે, પરંતુ પોલીસ ત્યાં આંખ આડા કાન કરી એક પણ શબ્દ બોલતી જ નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube