સુરતના ટ્રાફિક ડીસીપી TRB જવાનોને ડ્યુટીએ નહિ પણ પોતાના ઘરે શાકભાજી કપાવવા મોકલે છે

સુરત(Surat): ટ્રાફિક DCP પ્રશાંત સુંબે(Prashant sumbe)ના સરકારી ક્વોટરમાં કામ કરી રહેલ TRB જવાન નો વધુ એક ઓડીઓ વાયરલ થતા ટ્રાફિક પોલીસના બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે. આ આગાઉ પણ એક ઓડિયો વાયરલ થયો હતો. ત્યારે વધુ એક વખત ટ્રાફિક DCP પ્રશાંત સુંબેને લઈને ઓડિયો વાયરલ(Audio viral) થતા એક ચર્ચાનો વિષય બન્યો છે.

DCP પ્રશાંત સુંબેના ઘરે કામ કરી રહેલ TRB જવાન 15 દિવસ રજા પાડી ગામ ગયેલ અને ગામ બેઠા બેઠા બીજા 15 દિવસની પણ રજા ભોગવી. છતાં ડીસીપી સાહેબની મહેરબાનીથી આખા મહિનાનો પગાર ચૂકવામાં આવ્યો છે. ટ્રાફિક DCP પ્રશાંત સુંબેના ઘરે કામ કરનાર TRB જવાનને ટ્રાફિક નિયમન કરવા કે ટ્રાફિક સંચાલન(Traffic regulation) કરવા માટે નહિ જવું પડે.

સાથે જ વાયરલ થઇ રહેલા આ ઓડિયો દરમિયાન જાણવા મળ્યું છે કે, જે પણ ટીઆરબી જવાન ટ્રાફિક ડીસીપીના ઘરે કામ કરશે તો તેને હવે ટ્રાફિક બંદોબસ્તમાં નહિ જવું પડે પરંતુ ટ્રાફિક ડીસીપીના ઘરે તેમને શાકભાજી કાપવા પડશે અને બહાર વસ્તુઓ પણ લેવા માટે જવું પડશે. બપોરે 2 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી માત્રને માત્ર ડીસીપીના ઘરે કામ જ કરવાનું છે એટલે તે ટીઆરબી જવાનને કોઈ પણ ટ્રાફિક નિયમોનું સંચાલન કર્યા વગર મહિનાનો પગાર પણ મળી જાય છે.

ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેના સરકારી કોટરમાં ઘર કામ માટે સવારે ૨ અને બોપાર પછી ૧ TRB જવાનને વગર યુનિફોર્મમાં કામે લગાવવામાં આવેલ છે આ પ્રકારની વાતચીત વાયરલ થઇ રહેલા એક ઓડિયોમાં થઇ રહી છે. જે 3 TRB જવાનો જેમનો પગાર ટ્રાફિક જીયન -૧, રોકડિયા હનુમાન વાળા ACP ઝેડ.એ.શેખ ના કાર્યાલયમાં બતાવામાં આવેલ છે. ડી.સી.પી પ્રશાંત સુંબેના ઘરે કામ કરી રહેલ ત્રણ જેટલા TRB જવાન આખા મહિનાની રજા પાડવામાં આવેલ હોવા છતાં DCPની મહેરબાનીથી પૂરેપૂરો પગાર ચૂકવામાં આવે છે અને સાથ TRB જવાનને ભથ્થું પણ ચૂકવામાં આવે છે. સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે, એડિશનલ સી.પી ટ્રાફિક એન્ડ ક્રાઇમ શ્રી શરદ સિંઘલ ના ઘરે પણ TRB જવાન ઘરકામ કરે છે. આ પ્રકારની માહિતી વાયરલ થયેલા ઓડિયોમાં જાણવા મળે છે.

ત્યારે સવાલ એ ઊઠી રહ્યા છે કે, TRB ને માત્ર ટ્રાફિક સંચાલન કરવા આદેશ કરનાર ટ્રાફિક DCP ના ઘરે કેમ ત્રણ TRB જવાન કામ કરે છે?, TRB જવાનનું મુખ્ય કામ તો ટ્રાફિકને નિયમન કરવાનું અને ટ્રાફિકને સંચાલન કરવાનું છે તો પછી નિયમોની વિરુદ્ધમાં જઈને શા માટે આ પ્રકારના કાર્ય TRB જવાનો પાસે કરાવવા જોઈએ. હાલમાં આ ઓડિયો વાયરલ થતા આ મુદ્દો સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *