મોબાઈલમાં મસ્ત બે વર્ષનો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, સુરતની આ ઘટના હચમચાવી દેશે- જુઓ વિડીયો

સુરત(ગુજરાત): હાલમાં સુરત(surat) શહેરના લિંબાયત વિસ્તારમાંથી માતા-પિતા માટે એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં લિંબાયતના પ્રતાપ નગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાયેલા માસૂમનું…

સુરત(ગુજરાત): હાલમાં સુરત(surat) શહેરના લિંબાયત વિસ્તારમાંથી માતા-પિતા માટે એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં લિંબાયતના પ્રતાપ નગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાયેલા માસૂમનું 55 કલાકની સારવાર બાદ મોત(Death) નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. એકનો એક પુત્ર ગયા શનિવાર(saturday)ના રોજ સાંજે જયારે માતા બાથરૂમમાં ગઈ હતી ત્યારે મોબાઈલમાં કાર્ટૂન(Cartoon) જોતાજોતાં બારીમાંથી નીચે પટકાયો હતો. આ ઘટનાના હૃદય કંપાવી દેતા CCTV પણ સામે આવ્યા છે.

આ ઘટના અંગે વસીમ અન્સારીએ જણાવ્યું હતું કે, તેઓ ટાઇલ્સ ફોલ્ડિંગ કામ કરે છે અને બે વર્ષનો વારીશ તેમનો એકનો એક પુત્ર હતો. ગયા શનિવારના રોજ સવારે નોકરી પર ગયા બાદ પત્નીએ માસૂમ દીકરા વારીશ સાથે બપોરનું ભોજન કરી રૂમનો દરવાજો બંધ કરી દીકરાને મોબાઈલ પર કાર્ટૂન જોવા આપી વોશરૂમ ગઈ હતી. જ્યાંથી પરત ફરતા વારીશ બેડ પર ન દેખાતા તેણે શોધખોળ શરૂ કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, બારીમાંથી નજર નીચે પડતા લોકોની ભીડ જોઈને ડરના મારે પત્ની નીચે દોડી આવી હતી. લોકોએ કહ્યું કે, બાળક નીચે પડતા તેને મહોલ્લાના છોકરાઓ હોસ્પિટલ લઈ ગયા છે. આ સાંભળી પત્નીના હોશ ઉડી ગયા અને તેણે તાત્કાલિક મને જાણ કરતા હું પણ તાત્કાલિક દોડીને ઘરે આવી ગયો હતો.

મળતી માહિતી મુજબ, એક મહિના પહેલા જ તેઓ પરિવાર સાથે એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. વારીશ તેમનો એકનો એક દીકરો હતો. 55 કલાકમાં 50 હજાર ખર્ચ કર્યા બાદ પણ એને બચાવી શકાયો નહોતો. બેડ અને બારી વચ્ચે માત્ર બે ફૂટનું જ અંતર હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *