જુઓ કેવીરીતે ફાયર ટીમએ કલાકોની મહામહેનતે નદી વચ્ચે ફસાયેલી માનસિક અસ્થિર કિશોરીનો બચાવ્યો જીવ

મધ્યપ્રદેશ: અચાનક પાણીનું વહેણ પાનમ નદીના પટમાં વધી જવાને કારણે ગોધરાના મેરપ ગામની માનસિક રીતે અસ્થિર કિશોરી નદીમાં જ ફસાઈ ગઈ હતી. કિશોરીને અંદાજીત 6…

મધ્યપ્રદેશ: અચાનક પાણીનું વહેણ પાનમ નદીના પટમાં વધી જવાને કારણે ગોધરાના મેરપ ગામની માનસિક રીતે અસ્થિર કિશોરી નદીમાં જ ફસાઈ ગઈ હતી. કિશોરીને અંદાજીત 6 થી 7 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢી હતી. ઘટનાની જાણ થતાં જ મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, શહેરા પ્રાંત અધિકારી અને ગોધરા મામલતદાર, ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ઉપરવાસમાં થયેલા શનિવારે ભારે વરસાદના કારણે અચાનક પાનમ નદીમાં પાણીની આવક થવા લાગી હતી. આ દરમિયાન મોરવા હડફના સંતરોડ નજીકથી પસાર થતી પાનમ નદીના પટમાં ગોધરા તાલુકાના મેરપ ગામની એક કિશોરી નદીના વહેણ વચ્ચે આવેલા એક બેટ ઉપર કિશોરી ફસાઈ ગયા હતા. સ્થાનિકોએ મોરવા હડફ પોલીસ અને ધારાસભ્ય નિમિષાબેન સુથારને જાણ કરવામાં આવી હતી. ધારાસભ્ય જાતે જ ઘટના સ્થળે પહોચીને રેસ્ક્યુ પૂર્ણ થયા ત્યાં સુધી રોકાયા હતા.

આ દરમિયાન ગોધરા તાલુકા પોલીસ અને ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ, શહેરા પ્રાંત અધિકારી, ગોધરા મામલતદાર સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગોધરા પાલિકા ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયા નદીના વચ્ચે ફસાઈ ગયેલી કિશોરી પાસે પહોંચી ગયા હતા. પ્રથમ સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમે કિશોરીને લાઈફ જેકેટની મદદથી કિશોરીને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ જેમાં જોખમ લાગતાં અંતે એસડીઆરએફ વિભાગની બોટ મંગાવી રેસ્ક્યુ કરી કિશોરીને હેમખેમ બહાર કાઢી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *