સુરત: પાર્કિંગમાં મુકેલી કારમાં અજાણ્યા યુવકે પેટ્રોલ છાંટી આગ લગાવી – CCTV ફૂટેજ થયા વાઈરલ

ગુજરાતમાં અવાર-નવાર અલગ-અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાં આવેલ રાધે રમણ ટેક્સટાઈલ માર્કેટના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલ ગાડીમાં આગ લાગી હતી. પુણાની રાધા રમણ ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારીની બેઝમેન્ટમાં પાર્ક હોન્ડા સીટી કારને માસ્ક પહેરીને આવેલા યુવાને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. જેનાથી 6થી 7 લાખનું નુકશાન થયું હતું. ઘટના અંગે વેપારીએ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ રાધે રમણ ટેક્સટાઈલ માર્કેટના પાર્કિંગમાં હોન્ડા સીટી કાર પર્ણ કરવામાં આવી હતી. આ કારમાં આગ લગાડવાની ઘટના બની હતી. કોઈ અજાણ્યા યુવકે પાર્કિંગમાં આવીને હોન્ડા સીટી કાર માં પેટ્રોલ છાંટી કાર ને આગ લગાવી દીધી હતી. સિટીલાઇટ રોડ સ્થિત સુર્ય પ્રકાશ રેસીડન્સીમાં રહેતા કૈલાશ લક્ષ્મીનારાયણ કેલા (ઉ.વ. 25 મૂળ રહે. ચાબા ગામ, શેરગઢ, જિ. જોધપુર, રાજસ્થાન) પુણાની રાધા રમણ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રીયા એન્ટરપ્રાઇઝ નામે કાપડનો વેપાર કરે છે.

આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ પણ થઈ છે. કૈલાશે માર્કેટના સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમાં અંદાજે 25 વર્ષીય યુવાન મોંઢા પર માસ્ક પહેરી માર્કેટમાં એન્ટર થતા અને બેઝમેન્ટ કાર પાર્કિંગમાં પ્લાસ્ટિકની થેલીમાં લઇને આવેલી બોટલમાં પેટ્રોલ કાર પર નાંખી સળગાવતા નજરે પડયો હતો.

જોકે, ત્યાં હાજર પાર્કિગ સ્ટાફને આ ઘટના વિષે જાણ થતા તરત જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પાર્કિગ સ્ટાફની સમય સૂચકતાને કારણે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના અંગે કૈલાશે પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવાન વિરૂધ્ધ કારને આગ લગાવી 6થી 7 લાખનું નુકશાન કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *