સ્વામીનારાયણ સંપ્રદાય અવારનવાર વિવાદોમાં ઘેરાયેલું રહેતું હોય છે ત્યારે હાલમાં ફરી એકવખત આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં આવ્યો છે. વડતાલ ગાદીના નિત્યસ્વરૂપ સ્વામીએ પોતાના મળતીયાઓ મારફતે ધમકી આપતા હોવાનો સુરતના એક હરિભક્ત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરતમાં બાંધકામની સાથે સંકળાયેલ વાધજીભાઈ જોગાણી પાસેથી કુલ 5 કરોડ રૂપિયા માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે હરિભક્ત તરફથી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. હરિભક્તનો દાવો છે કે, સ્વામીએ મંદિર બનાવવાના નામ પર હરિભક્તો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કરવામાં આવ્યાં છે.
ત્યારબાદ એમણે મંદિર નહીં બાંધીને એમણે હરિભક્તોની સાથે છેતરપિંડી કરી છે. હરીભક્તના કહેવા મુજબ જગન્નાથપુરી મંદિર માટે કરોડો રૂપિયા લીધા પછી મંદિર નહીં બાંધીને હરિભક્તોની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં વાઘજીભાઈએ સુરતના હરિભક્તોની પાસેથી કરોડો રૂપિયાનું દાન અપાવ્યું હતું.
મંદિર ન બનાવવામાં આવતા એમણે આ રૂપિયા પાછાં માંગ્યા હતા. ત્યારબાદ એમને ધમકી મળવાની શરૂ થઈ હતી. છેલ્લા 11 મહિનાથી એમને ધમકી આપવામાં આવી રહી હતી. આ મામલે શરૂઆતમાં વાઘજીભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફોન પર ધમકી મળી હોવાની અરજી આપી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, 12 ફેબ્રુઆરીએ એમના ફોન પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. આ શખ્સે ધર્મને લગતી બીભત્સ ગાળો ભાંડી હતી.
ફરિયાદીની શું કહેવું છે?
આ મામલે હરિભક્ત વાઘજીભાઈએ વાતચીતમાં જણાવતાં કહ્યું હતું કે, હું સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે જોડાયેલ છું. નિત્યસ્વરૂપ સ્વામી કુલ 25 વર્ષ અગાઉ સાધુ થયા હતા. એમણે મંદિર બાંધવા માટે તૈયારી કરી હતી. ત્યારબાદ અમે મંદિર બાંધવા માટે કરોડો રૂપિયા આપ્યા છે. જો કે, સ્વામીએ મંદિર બાંધ્યું નથી.
શંકરાચાર્યના આદેશ મુજબ આ જગ્યાએ મંદિર બનાવી શકાય એમ નથી. ત્યારબાદ અમે જણાવ્યું હતું કે, જો મંદિર ન બનાવવું હોય તો અમારા રૂપિયા પાછાં આપો. ત્યારબાદ સ્વામી પલટી મારીને અન્ય પક્ષમાં જતા રહ્યા હતા. આ પૈસા સ્વામીએ બીટકોઈન તેમજ બાંધકામમાં રોકી દીધા છે. અમે પૈસા પાછાં માંગતા ધમકીઓ આપવા લાગ્યાં હતાં.
ગાડી માથે ચડાવી દેવાની ધમકી :
વાઘજીભાઈએ કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં અરજી કર્યાં બાદ મને લસણકા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કુલ 4 લોકોએ ધમકી આપી હતી કે, અરજી પાછી ખેંચી લો નહીં તો આ કુલ 50 લાખ રૂપિયાની ગાડી માથે ચઢી જશે. અમને પોલીસ તરફથી પૂરો સપોર્ટ છે પણ કામ થતું નથી.
આ વ્યક્તિએ લાલજી મહારાજના નામે કરોડો રૂપિયા એકત્ર કરી લીધા છે. હવે પૈસા પાછાં ન આપવા પડે એની માટે કેસને ઊંધા પાટે ચડાવવા માટે કુલ 5 કરોડ રૂપિયાની માંગણી કરે છે. આની માટે મુંબઈના પોલીસ સ્ટેશનમાંથી પણ ધમકીભર્યો કોલ કરાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle