સુરતમાં લાખોની ગાડીઓમાં ફરતા ડોકટરો અધિકારીઓ પાસે લાખોની કિંમતના વેન્ટીલેટર લાવવા વાહન નથી- જુઓ કેવી રીતે લાવ્યા

હાલમાં સુરતમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ દરમ્યાન ગઈકાલના રોજ 8 લોકોના મૃત્યુ પણ કોરોના કારણે થયા હતા. સુરત જિલ્લામાં કોરોનાની…

હાલમાં સુરતમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ દરમ્યાન ગઈકાલના રોજ 8 લોકોના મૃત્યુ પણ કોરોના કારણે થયા હતા. સુરત જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાતા વેન્ટિલેટરની જરુરિયાત વધી છે ત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સુરત સિવિલમાં વેન્ટિલેટરની જરૂર પડતા વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી મંગાવવામાં આવ્યા હતા. વેન્ટિલેટરની હેરફેર દરમિયાન ગંભીર બેદરકારીરાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. સુરત મનપા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામા આવ્યું હતું તેને લઈ સવાલો ઉઠ્યા છે.

સુરતમાં SMC દ્વારા કચરો ઉપાડવા માટે જે ગાડીનો ઉપયોગ કરવામાં આવે છે તે ગાડી વેન્ટિલેટર લેવા માટે મોકલ્યો હતો. આ ટેકટરમાં જ વેન્ટિલેટરને પેક કર્યા વગર જ સુરત રવાના કરવામા આવ્યા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ, વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત મનપાને વેન્ટિલેટર મોકલી આપવામા આવ્યા છે, હાલ વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું, વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ 34 વેન્ટિલેટર રાખવામા આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *