વધુ એક આગની ઘટના: ભાવનગરમાં ચાલતા કોવીડ સેન્ટરમાં મોડી રાતે આગ ભભૂકતા 70 દર્દીઓ…

આજકાલ કોવિદ હોસ્પિટલોમાં આગ લાગવાના કેસો સતત સામે આવી રહ્યા છે આ દરમિયાન ભાવનગરમાં શહેરનાં કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સ જેને હાલ સમર્પણ કોવિડ હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. ત્યાં આગ લાગવાની ઘટના બની છે. મંગળવારે મોડી રાતે 12 વાગ્યાની આસપાસ આ હોટલનાં ત્રીજા માળનાં વેન્ટિલેટરવાળા એક રૂમમાં આગ લાગી હતી. જેના કારણે 70 જેટલા દર્દીઓને અન્ય હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે.

આ દરમિયાન સદનસીબે અત્યારસુધી કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી. હાલ જાણવા મળ્યું છે કે, આ આગ રૂમમાં શોર્ટ સર્કિટ થવાથી લાગી છે. આ દરમિયાન ફાયર વિભાગ દ્વારા ત્રીજા માળથી કોરોના પોઝીટીવ દર્દીઓનું રેસ્ક્યુ કરી મોટી દુર્ઘટના ટાળવમાં આવી છે. જેમાં 70 જેટલા કોરોનાના દર્દીઓને બીજી જગ્યાએ સલામત રીતે હૉસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મંગળવારે રાત્રે આશરે 12:30 વાગ્યે હોટલના ત્રીજા માળના એક રૂમમાં ટીવીના યુનિટમાં શોક સર્કિટથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ત્યારબાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા દર્દીઓમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો. આ આગની ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતા તેમનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.

આ અંગેની જાણ કોરોનાના દર્દીઓનાં પરિવારજનોને થતા તેઓ પણ મોટી સંખ્યામાં સેન્ટર પર આવી પહોચ્યા હતા. ફાયર બ્રિગેડનાં અધિકારીએ જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લીધા બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા 70 જેટલા કોરોનાના દર્દીઓને 108ની 8 ગાડી તેમજ ફાયરની 2 ગાડીમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હૉસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, આ આગની જાણ થતા ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું કે, આગને કારણે સદનસીબે કોઇ જાનહાની નથી થઇ. હું દર્દીઓને પણ મળ્યો છું હાલ તેમને અન્ય હૉસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આ સમગ્ર ઘટનાની તપાસ થશે અને કસુરવાર સામે પગલા લેવામાં આવશે.

ગાંધીનગરથી મંત્રી વિભાવરીબેન દવે દ્વારા આ અંગે પૂછપરછ પણ કરવામાં આવી હતી. ઉપરાંત આ કોવિડ સેન્ટરમાં મંજૂરી કરતા વધારે દર્દીઓને રાખ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ આગ લાગ્યાની જાણ થતાં જ કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓને ભારે મોટી ભીડ ઘટનાસ્થળે એકત્ર થઈ હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગ્યા બાદ પરિવારજનો આવતા અફરાતફરી મચી ગઇ હતી. પરંતુ, તમામ દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *