હાલમાં એક ખુબ ચોંકાવનાર જાણકારી સામે આવી છે. હજુ સુધી ચંદ્ર પર માનવીએ વસવાટ કર્યો નથી પણ કેટલીક સંસ્થાઓ ત્યાંની જમીન વેચવા લાગી છે. આવા સમયે સુરતના એક વ્યક્તિએ પોતાના દીકરા માટે ચંદ્ર પર જમીનની ખરીદી કરી છે. કેટલાંક સેલિબ્રિટી સહિત કેટલાંક લોકોએ ચંદ્ર પર જમીનની ખરીદી કરવા લાગ્યા છે ત્યારે હવે સુરતના વિજય કથીરિયાએ 2 વર્ષીય પુત્ર માટે ચાંદ પર 1 એકર જમીનની ખરીદી હોવાનો દાવો કર્યો છે.
વિજય કથીરિયાએ 13 માર્ચનાં રોજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગત રોજ જમીનની ખરીદીને પરવાનગી મળી ગઇ છે ત્યારે સૌથી નાની ઉંમરે જમીનની ખરીદી કરી હોવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. નિત્ય નામનો બાળક જમીનનો માલિક બન્યો છે. ઇન્ટરનેશનલ લેન્ડ રજિસ્ટ્રમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પહેલાં ભાવનગરના વેપારીએ પણ ખરીદી હતી જમીન:
આની પહેલાં ભાવનગરના તળાજામાં આવેલ ગોપનાથ રોડ પર રહેતા તેમજ અંલગમાં ઓઇલનો વેપાર કરી રહેલ યુવક જાવેદ ગીગાણીએ દાવો કર્યો હતો કે, તેમણે અમેરિકન કંપની મારફતે ચંદ્ર પર 1 એકર જમીનની ખરીદી કરી છે. 1 એકર જમીન રાખવા માટે લુનાર લેન્ડર્સ નામની કંપનીએ 750 ડોલર(55,000) રૂપિયા ચૂકવ્યા હતા.
જમીનની ખરીદી કરનાર જાવેદ ગીગાણીએ જણાવ્યું હતું કે, અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપની ચંદ્ર પર જમીનની ખરીદી કરી શકાય છે. જેથી ગુગલ સર્ચ કરતા આ કંપની અંગેની માહિતી મેળવીને મેઇલ દ્વારા 3 મહિના માહિતીની આપ-લે કરવામાં આવી હતી. ત્યારપછી જમીનની ખરીદી કરી લીધી છે. તેમણે જે જગ્યા પર જમીનની ખરીદી કરી હતી તેનું નામ સી ઓફ મસ્કવી એરિયાની જમીન છે.
શાહરૂખ ખાન અને સુશાંતસિંહે પણ ચંદ્ર પર જમીન કરી હતી ખરીદી :
રાજીવની સિવાય બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન તથા સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીનની ખરીદી કરી છે. ચંદ્ર પર જમીનની ખરીદી કરવા માટે ન્યૂયોર્ક સ્થિત લ્યૂનર રજીસ્ટ્રી દ્વારા નોંધણી કરવામાં આવે છે. શાહરૂખ તથા સુશાંત સહિતના લોકો ચંદ્ર પર પોતાની માલિકી નોંધાવી શકતા નથી. ચંદ્ર પર જે-તે કંપનીઓ જમીનનું વેચાણ કરી રહી છે, તે કાયદેસર નથી.
ચંદ્ર પર જમીન ગેરકાયદેસર તો વેચાણ કઈ રીતે થાય?
કેટલીક વેબસાઇટ ચંદ્ર પર જમીનનું વેચાણ કરવાનો દાવો કરી રહી છે. જો કે, ખરેખર ચંદ્રની માલિકી કોની પાસે છે? ભારતે ‘ધ આઉટર સ્પેસ ટ્રીટી’ના નામે એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે કે, જે કોઈપણ વ્યક્તિને અંતરિક્ષના કોઈપણ ભાગમાં પોતાનો દાવો કરતા અટકાવે છે.
ભારત સિવાય આ સમજૂતિ પર વિશ્વના 100 દેશોના હસ્તક્ષર રહેલાં છે. આ સમજૂતિ મુજબ, આઉટર સ્પેશનો ઉપયોગ ગમે તે દેશ પોતાના વૈજ્ઞાનિક વિકાસ માટે કરી શકે છે. હકીકતમાં કોઈ વેબસાઈટ જમીનનું વેચાણ કરી રહી નથી. આ વેબસાઈટ ફક્ત ચંદ્ર પર જમીન વેચ્યાનું સર્ટિફિકેટ આપતી હોય છે.
જેને કોઈપણ દેશની કાયદેસર માન્યતા નથી. આમ, કોઈપણ વ્યક્તિ ત્યાં જઈ શકે એમ હાલમાં તો શક્ય નથી પરંતુ આ ફક્ત એક શોખ તથા ખુશી માટે કરાતું કામ છે, જેમાં ફક્ત સર્ટિફિકેટ પર જમીન મળે છે, હકીકતમાં નહીં.
ગિફ્ટ તરીકે વધુ ઉપયોગ :
હાલ લોકોમાં ચંદ્ર પર જમીન ભેટમાં આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે આ ફક્ત ભેટ માટે છે. આ રીતે કેટલીક કંપનીઓ તારાને તમારું નામ આપીને તમને તેનું સર્ટિફિકેટ્સ પણ આપતી હોય છે. આ ફક્ત ભેટ જ છે. ચંદ્ર પરની જમીન અથવા તો અન્ય અવકાશી વસ્તુ માટે પૈસા ખર્ચીને તમે ફકત સર્ટિફિકેટ મેળવી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.