સુરત(Surat): હાલ શહેરમાં ફરી એક વાર કોર્પોરેટર(Corporator) ખુરશીનો વિવાદ સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, અહી એક મહિલા કોર્પોરેટર અધિકારીની ખુરશી પર બેઠા હતા, જયારે કર્મીઓ બાજુમાં ઉભા હતા. જેને લઈને વિવાદ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, બુધવારના રોજ વોર્ડ નં-10ના કોર્પોરેટર ઉર્વશી પાટીલ દર બુધવારે લોક સંવાદ માટે ગ્રામ પંચાયતની કચેરી અને હાલમાં આકારણી વિભાગ તેમજ વોર્ડ ઓફિસમાં બેસી ફરિયાદ નિરાકરણના પ્રયત્નો કરી રહ્યાં છે. જેને પગલે રાબેતા મુજબ આ બુધવારે પણ સ્થાનિક કોર્પોરેટર ઉર્વશી પટેલે અધિકારીઓ, હેડ ક્લાર્ક અને એસઓ પાસે વિવિધ નક્શાઓનું અભ્યાસ કર્યો હતો.
આ દરમિયાન કોર્પોરેટર ઉર્વશી પાટીલ અધિકારીની ખુરશી પર બેસેલા નજરે ચડ્યા હતા. તેમજ કર્મીઓ ઉભા હતા. જેનો ફોટો વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. અગાઉ પણ રાંદેર ઝોનમાં એક કોર્પોરેટર ઝોનલ ચીફની ખુરસી પર બેઠાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે હાલ ફરી એક વાર કોર્પોરેટર ઉર્વશી પાટીલ ભાટપોરમાં ફરિયાદ ઉકેલવા અધિકારીની ખુરશી ઉપર બેસી ગયા હોવાનો ફોટો વાયરલ થતા તે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.