સુરતના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા એક ઉદ્યોગપતિ પાલ આરટીની સામે આવેલા નવા બનેલા સંકુલના 11મા માળેથી કૂદીને મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મરતા પહેલા ઉદ્યોગપતિએ તેની પોતાની તસવીર પર ઓમ શાંતિ અને રેસ્ટ ઓફ પીસ લખીને મિત્રને મોકલી હતી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરનાર પારસ ઘરેથી નીકળી ગયા બાદ તેની શોધખોળ કરતા મિત્રોને લાશ મળી હતી.
11મા માળેથી કૂદીને મોતને વ્હાલું કરનાર યુવક સુરતના અડાજણ વિસ્તારમાં કલાપી રેસીડેન્સીમાં પારસ શ્યામ ખન્ના(ઉ.વ.33) પરિવાર સાથે રહેતો હતો. પત્નીના ચારિત્ર પર શંકાને લઈ થતા ઝઘડા પારસને આપઘાત સુધી ખેંચી ગયા હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે જણાવ્યું કે, સોમવારે રાત્રે પારસની પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ તે ઘરની બહાર નીકળી ગયો. તપાસ મુજબ તે તેની પત્નીના પાત્ર પર શંકા કરતો હતો, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આપઘાત પહેલા પારસ એ પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પોતાના જ ફોટા પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મેસેજ કર્યા હતા.
પાછલા દિવસે ઝઘડો થતાં તે ઘરેથી નીકળી ગયો હતો. આ પછી, પાલ આરટીઓ સામે 11 મા માળની ઇમારત પર ચડ્યો અને ઉપરથી કૂદી ગયો. પોલીસે જણાવ્યું હતું કે મોડી રાત્રે પરિવાર અને મિત્રોએ તેની શોધ કરી હતી. જોકે, સવારે તેનો મૃતદેહ મકાનની નીચે પડ્યો હોવાની જાણ થઈ હતી. જે બાદ પરિવારજનો સાથે પોલીસ કાફલો પહોંચ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, યુવકે તેનું મોત થતાં પહેલા તેના ફોટા સાથે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ કરી હતી. જેમાં તેણે લખ્યું છે કે ઓમ શાંતિ રેસ્ટ ઇન પીસ. તેની પોસ્ટ જોયા પછી મિત્રોને અનુચિત શંકા ગઈ જેના પછી તેણે પારસની શોધ શરૂ કરી. કરફ્યુના સમયમાં પણ મિત્રો પારસને શોધવા નીકળ્યા હતા. જોકે, આખરે તેનો મૃતદેહ જ મળ્યો હતો. પારસના પિતા છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે ઝઘડો કરી ક્યાંય ચાલી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, અડાજણ પોલીસે પારસ આપઘાત કેસમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મિત્રોએ જણાવ્યું હતું કે, પારસ ખૂબ મોજીલો હતો. માનસિક તણાવગ્રસ્ત કોઈને પણ હસાવી માઈન્ડ ફ્રીની થેરાપીમાં માસ્ટર હતો. સાથે સાથે ફિલ્મ અભિનેતા સની દેઓલનો ફેન અને દેશ પ્રેમી હતો. વિદેશમાં અભ્યાસ કરવાની વાત કરતા મિત્રો સાથે ઝઘડો કરી અબોલો થઈ જતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle