પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પટેલ પરિવારે એક મહિનાની બાળકીનું ગળું દબાવીને કરી નાખી નિર્મમ હત્યા, જાણો ક્યાંની છે ઘટના

હાલમાં મહેસાણામાં એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. સંતાનમાં બીજી દીકરીનો જન્મ થતા આખા પરિવારે મળીને તેની માસુમ દીકરીનો ભોગ લીધો છે. આ ઘટનામાં આખો…

હાલમાં મહેસાણામાં એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. સંતાનમાં બીજી દીકરીનો જન્મ થતા આખા પરિવારે મળીને તેની માસુમ દીકરીનો ભોગ લીધો છે. આ ઘટનામાં આખો પરિવાર આરોપી સાબિત થયો છે. પોલીસની તપાસમાં બાળકીની હત્યા થઈ હોવાનું ખૂલતા માતા રીનાબેન હાર્દિકભાઈ પટેલ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ પટેલ અને દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ પટેલ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જોઈતારામ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, આ ઘટના કડીના કરણનગર રોડ પરના રાજભૂમિ ફ્લેટની છે. જેમાં ખુદ માતાપિતા જ હેવાન બન્યા હતા. માતાપિતાએ હાલમાં જ જન્મ લેનારી દીકરીને મોતનો રસ્તા બતાવ્યો હતો. તેમની દીકરી માત્ર 1 મહિના અને 2 દિવસની હતી. અને બાળકીનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. રીનાબેન અને હાર્દિકભાઈના ઘરે એક મહિના પહેલા જ દીકરીનો જન્મ થયો હતો. તેમને સંતાનમાં આ બીજી દીકરી હતી. જોકે, તેમને પહેલા પણ સંતાનમાં ચાર વર્ષની એક દીકરી હતી, તેથી તેઓ બીજા સંતાનમાં દીકરો આવે તેવુ ઈચ્છતા હતા.

પરંતુ બીજી દીકરીનો જન્મ થતા જ પુત્ર મોહમાં માતા-પિતા હેવાન બન્યા હતા. દીકરીના મોતને અકસ્માતમાં ખપાવવાનો તેમણે પૂરતો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની તપાસમાં બાળકીની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે નાયબ પોલીસ અધિક્ષક ખુદ આ કિસ્સામાં ફરિયાદી બન્યા છે. અગાઉ બાળકીના મોત અંગે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ વિશે ડીવાયએસપી આરઆર આહીરે જણાવ્યું કે, એક મહિના પહેલા બાળકીનું મોત નિપજ્યું હતું. તેના ગળામા ઈન્ફેક્શન હોવાનું તેના માતાપિતાએ જણાવ્યું હતું. ત્યારબાદ અમદાવાદમાં ડોકટરો દ્વારા બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકીનું ગળુ દબાવાથી મોત થયુ હોવાનું ખૂલ્યુ હતું. ત્યારે પીએમ રિપોર્ટના આધારે અમે ગુનો દાખલ કર્યો છે. આ દરમિયાન તેની માતા પટેલ રીનાબેન હાર્દિકભાઇ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ પટેલ અને દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જોઈતારામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હજી પણ દીકરીઓ જ્યાં સફળતાના સાતમા આસમાને પહોંચી રહી છે, ત્યાં ક્યાં સુધી પુત્રમોહ દીકરીઓનો ભોગ લેવાશે. કડીમાં બનેલી આ ઘટના સભ્ય સમાજને શર્મસાર કરે છે. પુત્રમોહમાં એક દીકરીનો ભોગ લેવાયો છે. હવે એ જોવાનું કે, આ બધું ક્યારે બંધ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *