છેલ્લા ઘણાં સમયથી જૈન સમાજના ઘણાં લોકો સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરે છે. ત્યારે સુરતમાં 17 વર્ષની હેત્વી શેઠ 24મી ફેબ્રુઆરીના રોજ દીક્ષા લઈને સંસારનો ત્યાગ કરશે અને પ્રવજ્યા પંથે જશે. હેત્વીના નાનાએ જણાવ્યું હતું કે, 16મી તારીખે હું અને પરિવારના સભ્યો દ્વારા સુરતમાં હેત્વીનો વિદાય સમારંભ યોજવામાં આવશે. આ અવસરને લઈને ઘરમાં હાલ ખુશીનો માહોલ છવાયેલો છે.
મહાસુદ-12ને 24 ફેબ્રુઆરીએ મુંબઈમાં રહેતી 17 વર્ષની હેત્વી શેઠ દીક્ષા લેશે. હેત્વી મૂળ સુરતની વતની છે. હેત્વી દીક્ષા લઈને સંસારનો ત્યાગ કરશે. હેત્વી જયાનંદ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં રાજસ્થાનના આહોર નગરમાં બીજા ચાર મુમુક્ષુઓની સાથે દીક્ષા ગ્રહણ કરશે. હેત્વીના પિતા મિલનભાઈ શેઠ મૂળ બનાસકાંઠાના થરાદના વતની છે અને વર્ષોથી સુરત રહે છે.
હેત્વીના પિતા હાલ મુંબઈમાં ડાયમંડના બિઝનેસ સાથે જોડાયેલા છે. હેત્વીએ માત્ર ને માત્ર આઠ વર્ષની ઉંમરે જ ઉપધાન તપ કર્યાં હતાં. તેણે ગુરુકુલમાં ધોરણ નવ સુધી જ અભ્યાસ કર્યો છે. ગુરુકુલમાં અને પરિવારના સભ્યોના સંસ્કારને કારણે હેત્વીએ ફ્લેટ, ફન અને ફોન છોડીને સંસારનો ત્યાગ કરવાનું નિર્ણય કર્યો છે. હેત્વી દરરોજ ચોવિહાર તથા સામાયિક પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ કરતી હતી.
હેત્વી જેમ જેમ આ બધું કરતી ગઈ તેમ તેમ તેને સંસારનો મોહ ઓછો થતો ગયો. ત્યારબાદ માતા-પિતાએ સાધ્વી મુક્તિ પ્રજ્ઞાજી પાસે અભ્યાસ કરવા માટે મોકલી હતી. હેત્વીએ અહીં જ રહીને વિહાર કરવાનું સંથારા પર સુઈ રહેવાનું ચાલુ કર્યું હતું. ધીમે ધીમે પ્રતિક્રમણ કરવાનું શરૂ કર્યું અને 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, વિતરાગ સ્તોત્ર, વૈરાગ્યશતક અને યોગસારનો અભ્યાસ કર્યો. હેત્વીની ખુશી જોતાં જ પરિવારજનોએ દીક્ષા લેવાની પરવાનગી આપી હતી. તેના પિતા પણ છેલ્લા બે વર્ષથી બિઝનેસ બંધ કરીને પ્રભુભક્તિમાં લીન થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle