11 બાળકોની માતાને હજી 100થી વધારે બાળકો ની ‘મમ્મી’ બનવું છે? જાણો ચોંકાવનારૂ કારણ

દરેક કપલનાં બાળકો વિશે તેમના વિચાર અલગ અલગ હોય. ઘણા લોકોને એક બાળક જોઈતું હોય તો ઘણાનો આંકડો મોટો હોય છે. એક કરોડપતિ મમ્મી હાલ 11 બાળકોની માતા છે. તેને 100થી વધારે બાળકોની માતા બનવું છે.

મૂળ રશિયાની ક્રિસ્ટિના ઓઝતુર્ક હોટેલના માલિક ગલિપ ઓઝતુર્ક સાથે જ્યોર્જિયામાં રહે છે. ક્રિસ્ટિનાએ એક બાળકને નેચરલી અને અન્ય 10 બાળકોનો જન્મ સરોગેટ પ્રોસેસથી થયો છે. 23 વર્ષની આ માતાએ એકવાર સોશિયલ મીડિયા પર મસ્તીમાં કહ્યું પણ હતું કે, મારે 105 બાળકોની માતા બનવું છે.

ક્રિસ્ટિનાએ કહ્યું, ગયા મહિને ઓલિવિયાના જન્મ પછી હું 11 બાળકોની માતા બની ગઈ છું. મેં 6 વર્ષ પહેલાં મારી સૌથી મોટી દીકરી વિકાને જન્મ આપ્યો હતો. આ પરિવારને એક સરોગેટ બાળકનાં જન્મ પાછળ 8 હજાર યુરો એટલે કે, 7 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ક્રિસ્ટિના તેના પતિ ગલિપને એક વેકેશન દરમિયાન જ્યોર્જિયામાં મળી હતી. હાલ બંને જ્યોર્જિયામાં જ રહે છે. પોતાની પત્ની વિશે ગલિપે કહ્યું, તેના ચહેરા પર હંમેશાં સ્મિત હોય છે. મારે જેવી જોઈતી હતી તેવી પત્ની મને મળી છે. બાળકો પ્રત્યે તેનો પ્રેમ જ અદ્ભુત છે.

ક્રિસ્ટિનાએ જણાવ્યું, ભવિષ્યમાં હું કેટલા બાળકોની માતા બનીશ તે તો ખબર નથી પણ અમારો પ્લાન સ્ટોપ થવાનો નથી. દરેક વસ્તુ તેના સમયે થઇ જ જશે. ફાઈનલ નંબર તો અમને પણ નથી ખબર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *