સુરતનું બુલેટ બટાલીયાન ગ્રુપ કોરોના રસીકરણ જાગૃતિ અભિયાન માટે કરશે ઉત્તર ભારતની બાઇક યાત્રા

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે હવે સરકાર દ્વારા લોકોને કોરોના સામે લડવા માટે એક હથિયાર રૂપે વેક્સીન આપી છે. જે કોરોના જેવી મહામારી સામે લડવા માટે ખુબ જ અસરકારક સાબિત થઇ છે.

દેશના લોકોમાં હવે રસીકરણ અંગે જાગૃતિ જોવા મળી રહી છે અને લોકો રસી મુકાવવા માટે જાય છે અને રસીકરણ સેન્ટર પર ખુબ જ મોટી લાઈનો જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી અને કેટલાય મોટા નેતાઓ અને લોકોએ રસી મુકાવવા અંગેની અપીલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારત દેશમાં કોરોના સામે લડવા માટે રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ રસીકરણ અભિયાનને રફતાર આપવા માટે બુલેટ બટાલિયન ગ્રુપ સુરત દ્વારા રસીકરણ અંગે જાગૃતિ લાવવા માટે ઉતર ભારતની બાઈક યાત્રા કરશે.

સુરતના અડાજણ વિસ્તારના કોર્પોરેટર એવા કેયુરભાઈ ચાપતવાળાના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સાંસદ સભ્ય સી.આર.પાટીલ અને ધારાસભ્ય સંગીતા પાટીલનો આ રસીકરણ જાગૃતિ કાર્યક્રમ અંગેની મદદ માગી હતી. સી.આર.પાટીલ અને ધારાસભ્ય સંગીતા પાટીલે અમારી આ બાઈક યાત્રા અને રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ આવે તે કાર્યક્રમ અંગેની શુભેચ્છાઓ પાઠવી હતી.

બીજી તરફ વડોદરા શહેરની દીકરી નીશાકુમાંરીએ હિમાલયના બરફસ્તાનમાં કોરોનાની રસી અંગે લોકોમાં જાગૃતિ ફેલાઈ તે માટે તેમણે “રાઇડ ફોર નેશન.. રાઈડ ફોર વેક્સિનેશન” સાયકલ યાત્રા કરી હતી અને આ સંકલ યાત્રાનું નેતૃત્વ કરીને વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું હતું. આ યોજાયેલી સાયકલ યાત્રામાં અલગ અલગ સ્થળેથી ૧૩ જેટલા સાહસિકો જોડાયા હતા.

જયારે સાહસ પ્રવૃત્તિઓ નું સંચાલન કરતી પાલનપુરની રીબર્થ એડવેન્ચર સંસ્થાએ તેનું આયોજન કર્યું હતું. આ ટીમે રસી અભિયાનને વેગ આપવા મનાલી, મહરી,તાંડી, જીપસા, ઝિંઝિંગ બાર, સાર્ચું, વિસ્કી નાલા,સોકર, લટો અને લેહની મુલાકાત લીધી હતી.દરેક સ્થળે લોકોએ આ રસીકરણનો સંદેશ લઈને આવેલા સાહસિકો ને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *