Praful Pansheriya launched the cleaning campaign: રાજ્યના તમામ જિલ્લા તાલુકામાં બસ સ્ટેશન અને બસ સ્વચ્છતા અભિયાન આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ST બસમાં ઝાડુ લગાવી બસની સફાઈ કરી હતી. લોકોએ પણ શિક્ષણ મંત્રીની ઉમદા કામગીરીને બિરદાવી હતી. મંત્રી પ્રફુલ પાનસેરીયાએ (Praful Pansheriya launched the cleaning campaign) લોકોને પણ બસમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવાની અપીલ કરી હતી.
બસમાં સફાઈ કામગીરી કરતા મહિલા કર્મચારીને શિક્ષણ મંત્રીએ તેમને નમન પણ કર્યા હતાં. સુરત એસ ટી નિગમના કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતાં. આવી દાદાની સવારી એસટી અમારી ના સ્લોગનો સાથેના બેનરો પણ લગાવાયા હતાં. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સવારથી જ સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી હતી.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે કે, દરેકે બસ સ્ટેન્ડ સ્વચ્છ રાખવું જોઈએ. હવેથી તમામ બસ સ્ટેન્ડ ઉપર એક કર્મી સ્ટેન્ડબાય રહેશે. બસ આવતા જ કર્મી આખી બસ સ્વચ્છ કરી દેશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજથી આ અભિયાન ગાંધીનગરથી શરૂ કરવામાં આવ્યું છે. કર્મીઓ તમામ વચ્ચે વિવિધ સ્પર્ધા થશે. વિજય થનારને ઈનામ પણ આપવામાં આવશે. એક સમયમાં હું સરકારી બસમાં અમદાવાદ જતો હતો. મને ગર્વ છે કે આજે હું આ જાહેરાત કરું છું. બસ સ્ટેન્ડની સફાઈ અભ્યાનની.
બસમાં લોકો પાન ,માવા, ગુટખા ખાઈ બસમાં ન થૂંકવા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અપીલ કરી હતી. બસના ખૂણામાં કચરો નાખવો નહિ.પેકેટ અથવા તોડેલી વસ્તુ કચરા પેટીમાં જ નાખો. પ્રથમ વખત પી એમ મોદીએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું. ત્યારપછી તમામ સ્વચ્છતા રાખતા થયા હતાં. સરકારના સંદેશાને ધ્યાને રાખી સ્વચ્છતા રાખવા મંત્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ સફાઈ અભ્યાન કાયમી ચાલુ રહશે. રાજકોટ, બરોડા,સુરત સહિતના બસ સ્ટેન્ડ પર આ અભ્યાન ચાલુ કરવામાં આવ્યું છે.લોકો અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું કે,આપણે ઘરમાં થૂંકીએ તો સારું લાગશે?, ઘરની સ્ત્રી થૂંક સાફ કરશે તો સારું લાગે નહીં. તો કર્મી ને કેમ સારું લાગશે. તમામને સ્વચ્છતા રાખવા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા અપીલ કરવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube