સુરત(Surat): ગુજરાત સરકાર(Government of Gujarat) દ્વારા આપવામાં આવતા સર્વોચ્ય નાગરિક પુરસ્કાર “ગુજરાત ગરિમા એવોર્ડ(Gujarat Dignity Award)” માટે સુરતની રબર ગર્લ તરીકે પ્રખ્યાત અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયા(Rubber Girl Anvi Zanzarukia)ની પસંદગી કરવામાં આવી છે. તારીખ 1 મેંના રોજ ગુજરાત સ્થાપના દિનની પાટણ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત(Acharya Devvrat) અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ના હસ્તે આ એવોર્ડ અન્વી ઝાંઝરૂકિયાને એનાયત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરાયું દીકરીનું સન્માન:
અત્રે ઉલ્લેખનીય છે કે, રબર ગર્લ દિવ્યાંગ એવી અન્વી ઝાંઝરૂકિયા શારીરિક સમસ્યાઓ અને મર્યાદાઓ હોવા છતા યોગક્ષેત્રે રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક ગોલ્ડ મેડલો પ્રાપ્ત કર્યા છે. તેને ત્રીજી ડિસેમ્બર-2021ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી દ્વારા કરાયું દીકરીનું સન્માન:
24મી જાન્યુઆરી-2022ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તથા 26મી જાન્યુઆરી 2022 ના રોજ મુખ્યમંત્રી દ્વારા વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. જેમા વધુ એક એવોર્ડ મેળવીને સુરતનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે.
આ દિવ્યાંગ દીકરીએ માત્ર પોતાના પરિવારનું જ નહિ પણ સુરત સહીત ગુજરાત રાજ્યનું નામ દેશ લેવલે ઝળહળતુ કર્યું છે. આવી દીકરીઓ પર તો તમામ લોકોને ગર્વ થવો જ જોઈએ. જે પોતાના રાજ્યનું નામ રોશન કરવામાં હમેંશા માટે તત્પર હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.