સુરત શહેરની દીકરી રાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ માટે પસંદગી પામી છે. યોગાની નેશનલ ચેમ્પિયનશિપ પંજાબના અમૃતસરમાં “યુથ એન્ડ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા” દ્વારા 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. જેમાં વિજેતા થયા પછી તે હવે આગામી દિવસોમાં નેપાળના પોખરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ માટે જશે.
યોગ ચેમ્પિયન 21 વર્ષિય નીધિનું કહેવું છે કે, ‘યોગને એક રમત તરીકે પસંદગી મળે અને ઓલિમ્પિક સુધી જાય એવી જ હું ઈચ્છા રાખું છું. જેના માટે હું PM નરેન્દ્ર મોદીને પત્ર પણ લખવાની છું. નેપાળમાં આયોજિત ઇન્ટરનેશલ યોગ સ્પર્ધામાં ગુજરાતમાંથી અલગ અલગ કેટેગરીમાં 5 અને સુરતમાંથી એક માત્ર મારી પસંદગી કરવામાં આવી છે. પાંચેય દીકરીઓ યોગમાં પણ ગોલ્ડ મેડલ લાવી ગુજરાતનું નામ ઇન્ટરનેશનલ લેવલ પર રોશન થાય તેવી આશા રાખે છે.
યોગ ખેલાડી નીધિ કિશોરભાઈ વાઘેલાએ જણાવતા કહ્યું હતું કે, એમ તો 10 વર્ષથી યોગ કરું છું અને અનેક સ્પર્ધાઓમાં મે ભાગ પણ લીધો છે અને 5 નેશનલ અને 3 ઇન્ટરનેશનલ કોમ્પિટિશન રમી છું. જેમાં 8 ગોલ્ડ મેડલ અને 9 સિલ્વર મેડલ જીતી ચુકી છું.
હાલમાં નેશનલ કોમ્પિટિશનમાં ગોલ્ડ મે
ડલ મેળવ્યા બાદ નેપાળમાં આયોજિત થવા જઈ રહેલી આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપમાં પસંદગી પામી હોવાનો મને ખુબ જ આનંદ છે. નીધિ વાઘેલાએ જણાવતા કહ્યું છે કે, સુરતનું નામ ઇન્ટરનેશનલ લેવલ પર પ્રસિદ્ધ કરી શકું એના કરતાં મોટી ખુશી કોઈ ન હોય શકે. આ કોમ્પિટિશનમાં ગુજરાતની કુલ 5 દીકરીઓ પસંદગી પામી છે.
નીધિએ વધુમાં જણાવતા કહ્યું છે કે, મેં હાલ B.P.E.Sના છેલ્લા વર્ષની પરીક્ષા આપી છે અને માસ્ટરની તૈયારી કરી રહી છું. મારો એક નાનો ભાઈ ધોરણ-12માં અભ્યાસ કરે છે. માતા હાઉસ વાઇફ છે અને પિતાની પેપરની એજન્સી છે. મારી આ પ્રસિદ્ધિ પાછળ મારા માતા-પિતાનો ખુબ જ મોટો ફાળો રહ્યો છે. યોગને ઓલમ્પિકમાં દરજ્જો મળે એ માટે હું સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન મોદીજીને વિનંતી કરું છું.
મારું એક સ્વપ્ન એ પણ છે કે, હું ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરું અને સુરતનું નામ સમગ્ર દેશ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં રોશન કરું. આ માટે આગામી દિવસોમાં હું વડાપ્રધાન મોદીજીને પત્ર લખી વિનંતી પણ કરીશ. હાલમાં હું નેપાળમાં થવા જઈ રહેલી આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહું છું અને ગોલ્ડ મેડલ હાંસલ કરી દેશના સફળ વડા પ્રધાન મોદીજીને સમર્પિત કરીશ અને યોગને પણ ઓલિમ્પિકમાં સ્થાન મળે એ માટે હું વિનંતી કરીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.