સુરતની ખૂંખાર ગેંગ પોલીસના હાથે- જેલમાં બંધ આકાઓને સારી સુવિધા મળી રહે તે માટે ચપ્પુની અણીએ વેપારીઓ પાસે માંગતા ખંડણી

મનીષ પરમાર: સુરત(Surat): શહેરમાં ગેંગનો આંતક ફરી જોવા મળી રહ્યો છે ડીંડોલી(Dindoli) વિસ્તારમાં મનિયા ડુક્કર,બંટી દયાવન,અને પ્રવીણ આંબા ગેંગ એ સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા કરીને તેમના જેલમાં બંધ સાગરીતના ખર્ચા માટે રહીશો પાસે માંગી રહ્યા છે ખંડણી. જો ખંડણી(Ransom) નહીં આપે તો આ ગેંગના લોકો ચપ્પુ વડે હુમલો કરતા પણ નથી અટકાતા.

શહેરના ડીંડોલી વિસ્તાર અને લીંમબાયત વિસ્તારમાં કેટલાક સમયથી ગેંગ એક્ટિવ થઈ છે આ ગેંગ ની ખાસ વાત કરવામાં આવે તો આ ગેંગમાં કુલ 13 સભ્યો છે જે સુરતમાં હત્યા, લૂંટ, ખંડણી, કિડનેપિંગ અને પોલીસ પર હુમલો કરવાને કારણે સુરતના અલગ અલગ પોલીસ મથકમાં પોલીસ ચોપડે 58 જેટલા ગુના નોંધાયા છે. ગેંગના મુખ્ય લીડર મનિયા ડુક્કર, બંટી દયાવાન અને પ્રવીણ આંબો છે,જે સુરતની લાજપોર જેલમાં બંધ છે સાથે જ તેના અન્ય સાથી પણ જેલ માં બંધ છે.

જેલમાં આ તમામ આરોપીને સવલત અને સારી સુવિધા જોતી હોય છે જેને માટે રૂપિયાની જરૂર પડતી હોઈ છે આ જ રૂપિયા માટે આ ગેંગના મુખ્ય સૂત્રધારો જ્યારે કોઈ તેમની ગેંગનો સાથી જેલમાંથી પેરોલ પર છૂટી જેલ બહાર જાઈ ત્યારે આ મુખ્ય લીડર તેમને રૂપિયા લાવવા માટે કહે છે. આ ગેંગ સુરત ના ડીંડોલી વિસ્તારમાં રહેતા નાના મોટા વેપારી ને ટાર્ગેટ કરે છે.

ગેગના અન્ય સભ્યો બહાર રહેલા લોકો વેપારીને ચપ્પુ બતાવી અને તેઓ જેલમાં ફરી પાછા જવાના છે અને તેમના મુખ્ય આકાઓને જેલ સુવિધા જોતી હોય છે તે માટે ખર્ચો થાય છે તે માટે તમારે રૂપિયા આપવા પડશે તેવું કહી ધાક ધમકી આપી ચપ્પુની નોક પર ખંડણીની માંગ કરે છે. આ ગેંગ નો સુરત માં એટલો ભય છે કે તેઓને આ વેપારીઓ રૂપિયા પણ આપી દે છે અને પોલીસ ફરિયાદ પણ કરતા નથી. કેમ કે આ ગેંગ સામે જેણે જેણે મોઢું ખોલી પોલીસ ફરિયાદ કરી છે આ ગેંગ તેમની પર ચપ્પુ વડે હુમલો કરી એક ભય નો માહોલ ઉભો કરે છે.

કોણ કોણ છે ગેંગમાં સામેલ:
મનિયા ડુક્કર, બંટી દયાવાન, પ્રવિન,આંબા, કેલીયા ,નરેન્દ્ર કબૂતર, અજય જેકીયા,રાજ વાલમિખી, સાગર કોળી, રૂપેશ, ગણેશ બટકો, કોમલ સિંગ, રાહુલ બિંડિયો, મિથુન.

થોડા દિવસ અગાવ જ આ પકડાયેલા ત્રણ આરોપીએ એક ટેલેરિંગનું કામ કરતા યુવક પર ચપ્પુ મૂકી આ જ રીતે 10 હજાર ની ખંડળી માંગી હતી અને તેની પાસે 2 હજાર રૂપિયા લઈ પણ લીધા હતા અને અન્ય 8 હજાર માટે તેઓ ટેલરને વરામ વાર ધમકી પણ આપતા હતા જૉ કે ટેલર એ આ ગેંગ સામે હિંમત દાખવીને ડીંડોલી પોલીસ મથક માંથી ફરિયાદ કરી હતી ફરિયાદ ના આધારે પોલીસ એ ત્રણ આરોપી ની ધરપકડ કરી લીધી છે.

ત્યારે સ્થાનિકોની માંગ છે કે આવા ખૂંખાર આરોપી ને જેલ માંથી પેરોલ નહીં મળે અને તેમની પર ગુજસીટોક જેવી કલમ હેઠળ કાર્યવાહી થાય જેથી તેમને કડકમાં કડક સજા મળે અને સમાજમાં એક દાખલો બેસે અને રહીશો બે ખૌફ બની સુરતમાં રહી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *