હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીની અસર તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. ઘણા લોકોને તો નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં કોરોના વચ્ચે સુરતના હીરા ઉદ્યોગને ખુબ જ નુકસાન વેઠવું પડ્યું છે.
સુરત-મુંબઈમાં રહીને હીરાનું મેન્યુફેક્ચરીંગ અથવા તો ટ્રેડિંગ કરતો નાનામાં નાનો વેપારી ઓનલાઈન હીરાનું વેચાણ નેશનલ તથા ઈન્ટરનેશનલ એમ બંને માર્કેટમાં આસાનીથી કરી શકે તેની માટે સુરતનાં એન્જિનિયર્સે કુલ 2 વર્ષની મહેનત પછી ગુજરાતી ભાષામાં ‘સંચાલક ડાયમંડ મર્ચન્ટ’ નામની એપ્લિકેશન બનાવી છે.
માત્ર 13 દિવસમાં જ આ એપ્લિકેશન પર કુલ 3,000થી વધારે મેન્યુફેક્ચરર્સ, ટ્રેડર્સ તથા બાયર્સ ધંધાર્થે જોડાયા છે. ઈઝરાયેલની એક ડાયમંડ કંપની દ્વારા હાલમાં થોડા દિવસ અગાઉ જ એક પોર્ટલ હીરાના ખરીદ-વેચાણ માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેની તુલનામાં આ પોર્ટલ પર લગભગ 100 કરોડ રૂપિયાના હીરા વેચાણ માટે મુકાઈ ગયા છે.
વૈશ્વિક બજારમાં વેચાણ થતાં કુલ 10માંથી 8 હીરા તો માત્ર સુરતમાં જ બને છે પન એનું મોટાભાગનું વેચાણ USA તથા યુરોપના માર્કેટમાં થાય છે. યુએસ-યુરોપ માર્કેટમાં શહેરના હીરા બજારમાં બેસીને હીરા તૈયાર કરતાં નાના મેન્યુફેક્ચરર્સ, ટ્રેડર્સ અથવા તો દલાલ સીધે-સીધું વેચાણ કરી શકતાં નથી.
આ હીરાનું વિદેશમાં વેચાણ કરવા માટે કોઈ વચેટિયાની સાથે સંપર્ક ન હોવાની સાથે અંગ્રેજી ભાષા આવડતી ન હોવાનું કારણ મુખ્ય હોવાનું એપ્લિકેશન તૈયાર કરનારને પોતાના રિસર્ચમાં સામે આવ્યું છે ત્યારે આ સમસ્યાનો નિરાકરણ લાવવા માટે માત્ર 28 વર્ષનાં કુલ 4 એન્જિનિયર્સ એવા ચિંતન ગુજરાતી, રીકેન ગાબાણી, મનોજ મિયાણી તથા ચિંતન ગોપાણીએ કુલ 2 વર્ષની મહેનત પછી આ એપ્લિકેશન બજારમાં મુકી છે.
સૌપ્રથમ રફનું બીટુબી ટ્રેડિંગ કરતી એપ્લીકેશન :
ડાયમંડ મર્ચન્ટ એપ્લિકેશન પર હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિઓ ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવીને બીટુબી વેપાર વિના કોઈ ચાર્જે કરી શકશે. અમારો હેતુ નાનામાં નાનો વેપારી ટેકનોલોજીનો સીધો લાભ લઈને હીરાનો વેપાર વધારે એ રહેલો છે. આની સાથે ભારતની સૌપ્રથમ એપ્લિકેશન હશે જે પોલિશ્ડ ડાયમંડની સાથે જ રફ ડાયમંડનું બીટુબી ટ્રેડિંગ કરશે.
નાની-મોટી કંપનીઓમાં રહીને કામ જોઈ એપ્લીકેશન બની :
કુલ 1 વર્ષ સુધી સુરત-મુંબઈની નાની મોટી કંપનીઓમાં જઈને કેવી રીતે હીરા તૈયાર કરવામાં આવે છે. આની સાથે જ કેવી રીતે વેચાણ કરવામાં આવે છે. નાના ઉદ્યોગકારોને વેચાણમાં કઈ સમસ્યા નડે છે જેવી તકલીફોને જોઈ એપ્લીકેશન બનાવવામાં આવી છે.
ઈઝરાયેલી પોર્ટલ સમકક્ષ સુરતની એપ્લીકેશન પર ટ્રાફિક :
હાલમાં નવી આવેલ ઈઝરાયેલની કંપનીના પોર્ટલ પર કુલ 4,100 વેપારી રહેલા છે. જ્યારે સુરતની એપ્લીકેશન પર કુલ 3,100 લોકો સંકળાયેલ છે. લગભગ કુલ 100 કરોડ રૂપિયાનો એટલે કે, કુલ 74,000 કેરેટનો જથ્થો એપ્લિકેશન પર મુકવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle