છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેર સહિત સમગ્ર રાજ્યભરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.
ત્યાર બાદ આજે સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં વધારે ચાર ઈચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. શહેરના ખાડી કિનારાના વિસ્તારોમાં રસ્તાઓ હાલ નદી જેવા થઈ ગયા છે.
એવામાં પુણા પોલીસ સ્ટેશન પણ બાકાત રહ્યું નથી. પુણા પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસી ગયા હતા.તેમાં પોલીસ સ્ટેશનમાં જપ્ત કરીને રાખવામાં આવેલી બાળકો પણ પાણીમાં ડૂબી જવા પામી હતી.
આ ઉપરાંત પુણા વિસ્તારમાં આવેલી ખાડીઓ છલકાઇ ગઇ હતી. જેના પગલે શહેર ઉપર તેના પાણી ફરી વળ્યા હતા. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હજુ પણ બે દિવસ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે. એવામાં લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. લોકો પોતાના કામ પર જઈ શકતા નથી. લોકો ઘરથી બહાર નીકળી શકતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP