આજના સમયમાં મોટાભાગના યુવાનો વિદેશ જવાનું વિચારી રહ્યા છે. હાલના સમયમાં તો કેટલા યુવાનો થોડા રૂપિયા માટે કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોમાં જઈને મજૂરી કરી રહ્યા છે. પોતાનું વતન છોડી વિદેશ જઈ રેસ્ટોરન્ટ-હોટલ અને નાની નાની દુકાનોમાં મજૂરી કરી રહ્યા છે. ત્યારે સુરતના એક યુવાને પોતાના વતનમાં જ રહી પોતાની કોઠાસૂઝથી એવો ધંધો શરૂ કર્યો કે, હાલ તે દેશ-વિદેશથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
કહેવાય છે કે જીવનમાં સફળ થવા ભણેલા હોવું જરૂરી નથી. તમે પણ તમારી આસપાસ ઘણા એવા લોકોને જોતા હશો, કે જેઓનું ભણતર ખૂબ ઓછું છે અને કમાણી ખૂબ વધુ… પોતાની કોઠાસુજ અને બુદ્ધિ ક્ષમતાથી કેટલાય લોકો લાખો કરોડોની કમાણી કરી રહ્યા છે. ત્યારે આવા જ એક યુવાનની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે નાની ઉંમરે પોતાની બુદ્ધિ ક્ષમતાથી દેશ-વિદેશમાંથી કરોડોનો વેપાર કરી 600 કરોડની કંપની ઉભી કરી દીધી છે.
સુરતનો 27 વર્ષ સતીશ હિરપરા ભણવામાં ખૂબ જ નબળો હતો, પરંતુ સતીશને જે વસ્તુમાં રસ હતો તેમાં તે ખૂબ જ આગળ વધી ગયો છે. સતીશે નાની ઉંમરે જ શરૂ કરેલી કંપની આજે વિશ્વના 127 દેશોમાં આયાત નિકાસ કરે છે. મૂળ અમરેલીના એક ગામનો વતની સતીશ હિરપરા… જેને ભણવામાં થોડો પણ રસ હતો નહીં છતાં સિવિલ એન્જિનિયરિંગ પૂરું કર્યું.
સતીશને પહેલેથી જ પોતાનો ધંધો કરવામાં રસ હતો. આ જ કારણે સતીશે ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરવાનો વિચાર્યું. પહેલીવાર તેણે ખેતી પેદાશની વસ્તુઓ આયાત નિકાસ કરી હતી. અને તેમાં 60000 ની આવક થઈ… સતીશ નહોતો જાણતો કે આ 60,000 ભવિષ્યમાં 600 કરોડ બની જશે. સતીશ જે ધંધામાં ગયો, તેનું સંપૂર્ણ જ્ઞાન મેળવતો ગયો અને પોતાની કંપની મોટી કરતો ગયો. આજે એ જ કંપનીની કિંમત 600 કરોડ થઈ ગઈ છે.
સતીશની ઇવેગ ઇન્ટરનેશનલ ઈમ્પોર્ટ એક્સપોર્ટ નામની કંપની વિશ્વના મોટાભાગના દેશોમાં તમામ વસ્તુઓની આયાત નિકાસ કરી રહી છે. સાથે જ કરોડોની આવક પણ થઈ રહી છે. સતીશ હિરપરાએ અનેક યુવાનોને રોજગારી આપી છે. સાથોસાથ આ દરેક યુવાનોને ઔદ્યોગિક સાહસિક બનાવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આટલું જ નહીં કોઈ યુવાન આગળ વધી રહ્યો હોય તો તેને સહકાર પણ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.