ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારોને એક મજબૂત સંદેશ આપવાના હેતુથી 1995માં આ સૂચકાંક શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં 180 દેશોમાં લાંચરુશવત અને ભ્રષ્ટાચારની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિશ્લેષકો, વેપારીઓ અને વિશેષજ્ઞોનાં મૂલ્યાંકન અને અનુભવોને આધારે આ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. 2017ના ઇન્ડેક્સમાં સૌથી ઓછા ભ્રષ્ટાચાર સાથે ન્યુઝીલેન્ડ અને ડેનમાર્ક ક્લીન દેશોની લિસ્ટમાં ટોપર છે. જ્યારે સિરિયા, સાઉથ સુદાન અને સોમાલિયા લિસ્ટમાં સૌથી પાછળ છે. ભારત કરતાં પાડોશી દેશો ચીન અને ભૂતાનમાં ઓછો ભ્રષ્ટાચાર છે. રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે કે કોઇ પણ દેશમાં વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં આવે. અને આ માત્ર પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ દ્વારા જ થઇ શકે છે.
ભ્રષ્ટાચારના મામલે 180 દેશોની યાદીમાં ભારતનું રેન્કિંગ ગત વર્ષની તુલનાએ ત્રણ ક્રમ સુધર્યુ છે. એટલે કે, ગત વર્ષે ભારત 81મા ક્રમે હતું. આ વર્ષે 79મા સ્થાને છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના તાજેતરના સરવે મુજબ ગત વર્ષે 56 ટકા નાગરિકોએ કહ્યું હતું કે તેમણે લાંચ આપી છે. જ્યારે આ વર્ષે આવા લોકોની સંખ્યા 51 ટકા છે. પાસપોર્ટ અને રેલવે ટિકિટ જેવી સુવિધાઓને કેન્દ્રીકૃત અને કમ્પ્યૂટરાઇઝ્ડ કરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે. જો કે સરકારી ઓફિસો લાંચખોરીનો મોટો અડ્ડો બનેલી છે. તેમાં પણ સૌથી વધુ લાંચખોરી રાજ્ય સરકારોની ઓફિસોમાં થાય છે.
સર્વેમાં 1.90 લાખ લોકોને સામેલ કરાયા હતા. તેમાં 64 ટકા પુરુષ અને 36 ટકા મહિલા સામેલ હતી. સર્વેમાં 48 ટકા લોકોએ માન્યું કે, રાજ્ય સરકાર કે સ્થાનિક સ્તરે સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા માટે કોઇ નક્કર પગલાં લેવાયા નથી. લોકોએ 2017માં થયેલી નોટબંધીને કારણે ભ્રષ્ટાચારમાં ઘટાડાને કારણ માન્યું. ત્યારે થોડા સમય માટે લોકો પાસે રોકડ ઉપલબ્ધ નહતી. એવા લોકો જે એવું માને છે કે, લાંચ વિના કામ થઇ શકતું નથી, તેમની સંખ્યા ગત વર્ષની તુલનાએ 36 ટકાથી વધી 38 ટકા થઇ ગઇ છે. જેઓ લાંચને માત્ર એક સુવિધા ચાર્જ સમજે છે તેમની સંખ્યા પણ વધારો થયો છે. 2018માં 22 ટકાની સરખામણીએ એવું માનનારાની સંખ્યા 26 ટકા થઇ છે. જ્યાં સુધી લાંચ લેનારી ઓફિસોની છે તો પ્રાપર્ટી રજિસ્ટ્રેશન અને જમીન અંગે સંકળાયેલા મામલે સૌથી વધુ લાંચ અપાઇ છે. 26 ટકા લોકોએ આ વિભાગમાં લાંચ આપી જ્યારે 19 ટકાએ પોલીસ વિભાગને લાંચ આપી.
લાંચ શા માટે આપવી:
38% કામ કરાવવાનો માત્ર આ જ ઉપાય છે. 26% લાંચ વિના કામમાં વિલંબ થાય છે. 37% લાંચ વિના કામો થઇ શકતા નથી.
ઓછાં ભ્રષ્ટ રાજ્ય: ગુજરાત, દિલ્હી, હરિયાણા, પ.બંગાળ, કેરળ, ઓડિશા
વધુ ભ્રષ્ટ રાજ્ય: રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, મધ્ય પ્રદેશ. કર્ણાટક, તમિલનાડુ, ઝારખંડ, પંજાબ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.