સુશાંતસિંહ રાજપૂતનાં મોતનું સત્ય ટૂંક સમયમાં બહાર આવવા જઈ રહ્યું છે. સુશાંતને ઝેર આપવામાં આવ્યું હતું કે નહીં, તે એઈમ્સના અહેવાલ પરથી જાણવા મળશે અને તે સીબીઆઈને સોંપવામાં આવશે. હકીકતમાં સુશાંતના મોત મામલે રચાયેલ મેડિકલ બોર્ડ આગામી અઠવાડિયે સીબીઆઈને પોતાનો અભિપ્રાય આપશે. આ માહિતી એઈમ્સના ફોરેન્સિક વિભાગના વડા અને સુશાંત કેસમાં મેડિકલ બોર્ડના અધ્યક્ષ ડો. સુધીર ગુપ્તાએ આપી હતી.
Medical Board’s opinion will be given to CBI next week. I hope it will be conclusive without any doubts. Reports can’t be shared since the matter is subjudice: Prof Dr Sudhir Gupta, Head of Forensic Department, AIIMS & Chairman of Medical Board formed in Sushant Rajput death case
— ANI (@ANI) September 17, 2020
ડો.સુધીરે કહ્યું, ‘મેડિકલ બોર્ડનો અભિપ્રાય આવતા અઠવાડિયે સીબીઆઈને આપવામાં આવશે. હું આશા રાખું છું કે, આ કોઈ શંકા વિના નિર્ણાયક હશે. આ મામલો હજી કોર્ટ હેઠળ હોવાથી, તેનાથી સંબંધિત અહેવાલો શેર કરી શકાતા નથી.
મેડિકલ બોર્ડ કેમ બનાવવામાં આવ્યું…
7 સપ્ટેમ્બરના રોજ, એઈમ્સના પાંચ સભ્યોની ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમ બનાવવામાં આવી હતી, જેને સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસથી સંબંધિત ફાઇલો તપાસવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ટીમને વિઝેરા ટેસ્ટ દ્વારા અભિનેતાને ઝેર આપવાની સંભાવનાની શોધખોળ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. સીબીઆઈએ આ કેસમાં એઈમ્સની મદદ માંગી હતી.
ખાનગી રિપોર્ટમાં મોતનું રહસ્ય બહાર આવશે…
ખાનગી રિપોર્ટમાં સ્પષ્ટ થશે કે, સુશાંતને ઝેર આપવામાં આવ્યું હતું કે નહીં. સુશાંતની 20 ટકા ખાનગી તપાસ પરથી આ અહેવાલ ખેંચાયો છે. સુશાંતના 80 ટકા ખાનગી રિપોર્ટનો ઉપયોગ મુંબઈ પોલીસે તેની તપાસમાં કર્યો હતો. સુશાંતના પરિવારજનોનું કહેવું છે કે, તેણે આત્મહત્યા કરી નથી પરંતુ તેની હત્યા થઇ છે. પરિવારે ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તીને આ કેસમાં મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું છે. ખાનગી અહેવાલ મળ્યા પછી, એઈમ્સના ડોકટરોની પેનલ રવિવારે આ મામલે અંતિમ બેઠક કરશે. બેઠકમાં સુશાંતના ખાનગી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવશે. એઈમ્સના ડોક્ટર સુશાંતના મોત અંગે અંતિમ અહેવાલ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en