સુશાંત કેસમાં 9 મહિના પછી ખૂલ્યું ડ્રગ્સ કનેકશન: આરોપીઓમાં રિયા ચક્રવર્તી સહિત 33 લોકોના નામ

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસની આગ હજુ સંપૂર્ણ ઠંડી નથી પડી. આ કેસની તપાસ સતત ચાલી રહી છે અને આજે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ડ્રગ્સ કનેક્શન કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એનસીબીના ચીફ સમીર વાનખેડે પોતે ચાર્જશીટ ફાઇલ કરવા માટે કોર્ટમાં પહોંચ્યા છે. જણાવી દઈએ કે, તેને એનસીબી ભાષામાં કમ્પ્લેટ અને પોલીસ ભાષામાં ચાર્જશીટ કહેવામાં આવે છે.

એનસીબીએ આજે ​​કોર્ટમાં 52 હજાર પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. 12 હજાર પાનાની હાર્ડ કોપી અને 40 હજાર પાનાની સોફ્ટ કોપી ફાઇલ કરવામાં આવી છે. એનસીબી મુંબઇ યુનિટ દ્વારા આજે બોલીવુડ ડ્રગ્સ કનેક્શન કેસમાં કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

સુશાંત કેસની તપાસ દરમિયાન EDને ડ્રગ્સ સંબંધિત ચેટ મળી હતી. ત્યારબાદ EDએ ચેટને એનસીબીને સોંપી હતી. આ પછી, આ કેસમાં એનસીબીની એન્ટ્રી થઈ હતી અને તપાસ ખૂબ જ ઝડપથી આગળ વધી હતી. એનસીબીની ચાર્જશીટમાં આરોપી તરીકે રિયા ચક્રવર્તી સહિત કુલ 33 લોકોના નામ સામે આવ્યા છે. તેમાંથી રિયા, શોવિક, દિપેશ સાવંત, સેમ્યુઅલ મીરાંડા અને ક્ષિતિજ પ્રસાદ છે.

ચાર્જશીટમાં આરોપી તરીકે રિયાની નજીકના અને ડ્રગના ઘણા કારોબાર કરનારાઓના નામ સહિત ડ્રગના વેપારીઓના નામનો પણ સમાવેશ થાય છે. આ તમામની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ કબજે કરવા અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ કબજે કર્યાના અહેવાલ ફોરેન્સિક રિપોર્ટ આ ચાર્જશીટ સાક્ષીઓના નિવેદનના આધારે તૈયાર કરવામાં આવી છે.

14 જૂનના રોજ મુંબઈમાં મળ્યો હતો સુશાંતનો મૃતદેહ
અત્રે જણાવવાનું કે ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ ગત વર્ષે 14 જૂનના રોજ બાન્દ્રા સ્થિત તેના ઘરેથી મળ્યો હતો. સુશાંતના મોત બાદ દિવંગત અભિનેતાના પિતા કે કે સિંહે આત્મહત્યા માટે ઉક્સાવવાનો આરોપ લગાવતા પટણામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારબાદ ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર મોતની તપાસ સીબીઆઈને સોંપાઈ અને આ  કેસમાં ડ્રગ્સના તાર જોડાવવા લાગ્યા અને નારકોટિક્સ બ્યૂરોની પણ એન્ટ્રી થઈ.

રિયા ચક્રવર્તીની સીબીઆઈ ઉપરાંત ઈડી અને એનસીબીએ લાંબી પૂછપરછ કરી હતી. આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને એનસીબીએ સપ્ટેમ્બરમાં ધરપકડ કરી હતી. લગભગ એક મહિનો જેલમાં રહ્યા બાદ  રિયાને જામીન મળ્યા હતા. જો કે સુશાંતનું મોત કેવી રીતે થયું તેની તપાસ હજુ ચાલુ છે. લગભગ 9 મહિના  બાદ પણ સત્ય સામે આવ્યું નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *