જેલમાંથી ભાગીને વેશ બદલીને છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો સુરતનો આ માથાભારે- જાણો કેવી રીતે ઝડપાયો

હાલમાં અસામાજિક તત્વોની સંખ્યામાં ભારે વધરો જોવા મળ્યો છે. આ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા ઇસમને પોલીસે લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો હતો. જોકે આરોપી ચાર મહિના પહેલા પેરોલ પર છૂટ્યા બાદ ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ આરોપી પોતાનો વેશ બદલીને રાજસ્થાનના અજમેર ખાતે રહેવા માંડ્યો હતો. પોલીસ દ્વારા આ ઇસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

છેલ્લા કેટલા સમયથી ગુનામાં સંડોવાયેલા હોય તેવા અને ખાસ કરીને ગુનો કર્યા બાદ પોલીસ પકડથી દૂર હોય તેવા ઇસમોને પકડી પાડવા માટે સતત પોલીસને બાતમીદારોના નેટવર્કને સદ્ઘર કરવા માટેની સૂચના આપ્યા બાદ સતત આરોપી પકડી પડવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

આ દરમિયાન અનેક ગુનામાં સંડોવયેલા અને માથા ભારે ઇસમની છાપ ધરાવતો પ્રવીણની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી લાજપોર જેલમાં મોકલી આપવામાં આપ્યો હતો. જોકે, આરોપી દ્વારા આજથી ચાર મહિના પહેલા જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યો હતો. જોકે ખૂન લૂંટ અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા આરોપી પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં હાજાર થવાની જગ્યાએ તે ભાગી ગયો હતો.

જોકે, પોલીસ પકડમાં ન આવે તે માટે પ્રવિણ વેશ બદલીને રહેતો હતો. આ ઈસમ વેશ બદલીને રાજસ્થાનના અજમરે ખાતે રહેતો હોવાની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા એક ટીમ બનાવી આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

જોકે, એક વખત આરોપી બદલતા વેશને લઇને તેને ઓળખી શકી ન હતી. પોલીસ દ્વારા આરોપીને ફરી જેલમાં મોકલી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આવા અનેક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આવા આરોપીને સુરત પોલીસ પકડીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે આગામી દિવસમાં આવા અનેક આરોપીને પકડવા પોલીસે ખાસ ટિમ બનાવી છે. આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *