હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ હાલમાં સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આ સત્રનો આજે 8 મો દિવસ છે. કૃષિ બિલને લઇ સરકાર તથા વિરોધ પક્ષની વચ્ચે ગરમાગરમી આજે પણ ચાલી રહી છે. રાજ્યસભામાં રવિવારે કૃષિ બિલને લઇને હોબાળો કરનાર વિરોધ પક્ષના કુલ 8 સાંસદોને આજે સભાપતિ વૈંકેયા નાયડૂ દ્વારા સંપૂર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં અવ્યા છે.
એના વિરોધમાં બધાં એટલે કે કુલ 8 સાંસદ સદનની બહાર જ ધરણા પર બેસી ગયા છે. મળેલ જાણકારી પ્રમાણે સસ્પેન્ડેડ સાંસદ રાતભર સંસદમાં જ ધરણા પ્રદર્શન કરશે. આમ આદમી પાર્ટીનાં સાંસદ સંજય સિંહે તો ઘરેથી ઓશીકા તથા ગાદલા પણ મંગાવી લીધાં છે.
Delhi: TMC’s Derek O’Brien & Dola Sen, AAP’s Sanjay Singh, INC’s Rajeev Satav, Ripun Bora & Syed Nasir Hussain, CPI(M)’s KK Ragesh & Elamaram Karim suspended for one week for unruly behaviour with the Rajya Sabha Deputy Chairman yesterday, protest in Parliament premises pic.twitter.com/kKJlaZDNpe
— ANI (@ANI) September 21, 2020
ક્યાં-ક્યાં સાંસદો વિરુદ્ધ થઈ કાર્યવાહી ?
સસ્પેન્ડ થનાર સાંસદોમાં ડેરેક ઓ’ બ્રાયન (તૃણમૂલ કૉંગ્રેસ), સંજય સિંહ (આમ આદમી પાર્ટી), રાજૂ સાટવ (કૉંગ્રેસ), કેકે રાગેશ, રિપુણ બોરા (કૉંગ્રેસ), ડોલા સેન (તૃણમૂલ કૉંગ્રેસ), સૈયદ નાસિર હુસૈન (કૉંગ્રેસ), એલમારામ કરીમનો સમાવેશ થાય છે. ભાજપનાં સાંસદે એમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારપછી સભાપતિ વૈંકેયા નાયડૂએ સંસદની કાર્યવાહીની શરૂઆત થતાં જ આ સાંસદોની વિરુદ્ધ એક્શન લેવામાં આવી છે.
કોંગ્રેસ સહિત વિરોધી દળોનો આક્ષેપ :
આની સાથે જ અન્ય સસ્પેન્ડ થયેલ સાંસદ પણ સંસદની અંદર ગાંધી સ્ટેચ્યૂની નજીક ધરણા પર બેસી ગયા છે. કૉંગ્રેસ સહિત અન્ય વિરોધી દળોનો આક્ષેપ રહેલો છે કે, જે રીતે કાલે ઉપસભાપતિએ વિરોધ પક્ષ દ્વારા કૃષિબિલ પર મત વિભાજનની માંગણીનો અસ્વીકાર કર્યો હતો. એ સંપૂર્ણ રીતે અસંવૈધાનિક છે. હોબાળા વખતે જે રીતે માર્શલ દ્વારા સાંસદોની સાથે ધક્કામુક્કી તેમજ રાજ્યસભા TVની કાર્યવાહીને અટકાવી દેવામાં આવી હતી એ પણ સંસદીય મર્યાદાઓની વિરુદ્ધ છે.
અવિશ્વાસ પ્રસ્તાવને સાંભળ્યા વિના જ ફગાવી દેવામાં આવ્યો :
સસ્પેન્ડેડ સાંસદોનો અન્ય એક આક્ષેપ એ પણ રહેલો છે કે, રવિવારે 12 રાજકીય દળોના કુલ 100 સાંસદો દ્વારા ઉપ-સભાપતિની સામે અવિશ્વાસ પ્રસ્તાવને આજે સાંભળ્યા વિના ફગાવી દેવામાં આવ્યો. આની સાથે જ સમગ્ર દોષ વિરોધ કરી રહેલ વિરોધ પક્ષના સાંસદો પર નાંખવામાં આવ્યો. આનાથી સ્પષ્ટ થાય છે કે, મોદી સરકાર સંસદને સંસદીય મર્યાદાઓ અનુરૂપ ચલાવવા માંગતી નથી. વિપક્ષ દ્વારા પણ આક્ષેપ મુકવામાં આવ્યો છે કે, મોદી સરકાર ગુજરાત મોડલને સંસદ પર પણ થોપવા ઇચ્છે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en