Chirag Patel Died In Germany: ભારતમાંથી વિદેશ અભ્યાસ કરવા જતા કેટલાક વિદ્યાર્થીઓ મોતને ભેટે છે. સમયાન્તરે ભારતીય યુવકના મોતના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો જર્મનીમાંથી સામે આવ્યો છે. જ્યાં જર્મનીમાં(Chirag Patel Died In Germany) અભ્યાસ કરવા ગયેલ પાટણના એક યુવકની લાશ મળી આવી છે. મળતી માહિતી અનુસાર આ યુવકની લાશ લગભગ ૪ દિવસ પહેલા મળી આવી હતી.
એકના એક ભાઈના મોતથી પરિવારનું હૈયાફાટ રુદન
બે બહેનો વચ્ચે એકના એક ભાઈના નિધનના સમાચાર પરિવારને મળતા પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ હવે વિદેશ મંત્રાલયના સહયોગથી ચિરાગ પટેલનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટથી અંતિમવિધિ માટે સુરત લઈ જવામાં આવશે. ગુજરાતમાંથી મોટે ભાગના યુવક યુવતીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા હોય છે.
ત્યારે પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામનો ચિરાગ રમેશભાઈ પટેલ નામનો યુવક પરિવાર છોડી વિદેશમાં અભ્યાસ માટે ગયો હતો. આજથી લગભગ પાંચ વર્ષ પહેલા આ યુવક જર્મની ઓટોમોબાઇલના અભ્યાસ અર્થે ગયો હતો. જો કે ચિરાગના જર્મની ગયા બાદથી તેનો પરિવાર ધંધાર્થે સુરત સ્થાઈ થયો હતો. ત્યારે જર્મનીના હોપ સિટીના તળાવમાંથી ચિરાગ રમેશભાઈ પટેલ નામના યુવકની લાશ મળી આવી હોવાના સમાચાર સામે આવ્યા હતા.
જોકે યુવકની લાશ મળ્યા બાદ અનેક તર્ક-વિતર્ક પણ સર્જાયા છે. બે બહેનો વચ્ચે એકનાં એક ભાઈ ચિરાગ પટેલની ભેદી સંજોગોમાં લાશ મળ્યા બાદ સતત તપાસ કરવામાં આવી રહી છે. પરિવારને જયારે આ વાતની જાણ કરવામાં આવતા પરિવાર શોકમાં છે.
પાંચ વર્ષ પહેલા જર્મની ગયેલ ભાઈના મોતના સમાચાર મળતા સેવાળાના પટેલ પરિવારની બંને બહેનોને માથે તો જાણે આભ ફાટી પડ્યું છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલા જ ભાઈના મોતના સમાચારથી બંને બહેનો ભાંગી પડી છે. આ સાથે પરિવારની પણ રડી-રડીને હાલત ખરાબ થઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App