ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો! અમરેલીમાંથી ઝડપાઇ શંકાસ્પદ દૂધ બનાવતી ફેક્ટરી, જાણો વિગતે

Amreli milk factory: ગુજરાતમાં અત્યારે નકલી નકલીનો રાફડો ફાટ્યો છે. છાસવારે નકલીના કૌભાંડો સામે આવી રહ્યાં છે. ઘી નકલી, પનીર નકલી, કચેરી નકલી, ટોલનાકું નકલી, કોર્ટ નકલી, નકલી અધિકારી, નકલી આઈપીએસ અધિકારી અને હવે પાછું નકલી દૂધ ઝડપાયું છે. અમરેલીના (Amreli milk factory) ખાંભાના મીતીયાલાના રહેણાંકી મકાન દૂધમાં ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કામગીરી કરીને ભેળસેળિયા દૂધનો પર્દાફાશ કર્યો છે.

ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ
અમરેલી SOG પોલીસએ બનાવટી દૂધને પ્લાસ્ટિક થેલીમાં પેક કરતા યુવકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો સામે સખત કાર્યવાહી થવી અનિવાર્ય છે. કારણ કે, છાસવારે આવી ઘટનાઓ બહાર આવી રહીં છે. આ તો અત્યારે દિવાળીના પર્વને લઈને ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ તપાસ દરમિયાન અમરેલીના ખાંભામાં દૂધમાં ભેળસેળ થયું હોવાનું સામે આવ્યું જે મામલે એકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

2 લાખ 21 હજારના મુદ્દામાલ સાથે પોલીસે એકની અટકાયત કરી
નોંધનીય છે કે, એસિડ વે હોમથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરીનો અમરેલી એસઓજી પોલીસ અને ફૂડ વિભાગે પર્દાફાશ કર્યો છે. રૂપિયા 2 લાખ 21 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ગુણવંત શામજી કળસરિયાની અટકાયત કરી લીધી છે.

જો કે, ફૂડ વિભાગે આ દૂધના નમૂનાને વધારે તપાસ અને પૃથક્કરણ માટે ગાંધીનગર મોકલ્યાં છે. જે લોકો માત્ર પૈસા છાપવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે તેમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. અત્યારે લોકોને ખાસ સાવધાની રાખવાની જરૂર છે કે, તેમે જે પણ વસ્તુ ખાઈ રહ્યાં છો તે વાસ્તવમાં અસલી છે કે નકલી તેની કોઈ જ ગેરંટી હોતી નથી.