Puja Path niyam: સનાતન ધર્મમાં સવાર-સાંજ પૂજા અને આરતીનું ખૂબ મહત્વ છે. બ્રહ્મ મુહૂર્તથી સૂર્યોદય સુધીનો સમય અને સૂર્યાસ્તના સમયે ભગવાનની પૂજા કરવી કે પછી આરતી કરવી ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત પૂજા કરવાથી મનને શાંતિ મળે છે, સકારાત્મક વિચાર આવે છે.
તેની સાથે જ દેવી-દેવતાઓની કૃપાથી ખૂબ જ સુખ, સમૃદ્ધિ, ધન, માન-સન્માન અને કાર્યોમાં સફળતા મળે છે. જે ઘરમાં દરરોજ સવાર-સાંજ પૂજા, પાઠ અને આરતી કરવામાં આવે છે ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. સવાર-સાંજ પૂજાને લઈને ધાર્મિક ગ્રંથોમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જોઈએ.
સાંજની આરતી, પૂજા અને પ્રાર્થનામાં ન કરો આ ભૂલો
સવાર-સાંજ બંને સમયે પૂજા કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. સાંજની આરતી કે પૂજામાં કરેલી ભૂલોથી ઘણું નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ સાંજની પૂજા દરમિયાન તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
હિંદુ ધર્મમાં પૂજામાં ભગવાનને ફૂલ ચોક્કસપણે ચઢાવવામાં આવે છે. હંમેશા ધ્યાન રાખો કે સવારની પૂજામાં જ ફૂલ ચઢાવો અને સાંજની પૂજામાં નહીં. સાંજે ફૂલ તોડવું અશુભ છે. એટલા માટે ન તો સાંજના ફૂલ તોડવા જોઈએ અને ન તો સાંજે ભગવાનને ફૂલ ચઢાવવા જોઈએ.
સાંજની પૂજામાં શંખ અને ઘંટ વગાડવાની પણ મનાઈ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત થતાંની સાથે જ દેવી-દેવતાઓ સૂઈ જાય છે, આવી સ્થિતિમાં શંખ અથવા ઘંટ વગાડવાથી તેમના આરામમાં ખલેલ પહોંચે છે.
સૂર્યદેવની પૂજા હંમેશા સવારે કરવી જોઈએ. સૂર્યોદય પછી 2-3 કલાકનો સમય સૂર્યદેવની ઉપાસના માટે સૌથી શુભ છે. અસ્ત થતા સૂર્યની ઉપાસના કરવાથી જીવનમાં નકારાત્મકતા, નુકશાન અને મુશ્કેલી આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.