જીવના જોખમે શરુ ટ્રેન પર ચડીને આ બે યુવકે કર્યા એવા સ્ટંટ કે, જોનારાઓની ચીસો નીકળી ગઈ

Greater Noida Stunt On Train viral video: અત્યાર સુધી તમે કાર અને બાઇક સાથે સ્ટંટ કરતા ઘણા વીડિયો જોયા હશે. પરંતુ ગ્રેટર નોઈડાથી એક દિલચસ્પ વિડિયો સામે આવ્યો છે, જેમાં બે યુવકો ટ્રેનની ઉપર ઉભા રહીને પોતાના મસલ્સ બતાવીને સ્ટંટ(Greater Noida Stunt On Train viral video) કરી રહ્યા છે. ટ્રેનની ઉપરથી હાઈ ટેન્શન લાઈન પણ પસાર થઈ રહી છે. પરંતુ યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકીને સ્ટંટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે પોતાના વીડિયો પર લાઈક્સ અને ફોલોઅર્સ વધારવા માટે યુવાનો સતત વિવિધ યુક્તિઓ અપનાવે છે. આ દરમિયાન યુવકો પણ જીવ જોખમમાં મુકીને સ્ટંટ કરતા જોવા મળે છે. હાલમાં ગ્રેટર નોઈડાનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જરચા પોલીસ સ્ટેશન વિસ્તારના NTPC પ્લાન્ટ પાસેનો જણાવવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેનાલ પરથી એક માલગાડી પસાર થઈ રહી છે. આ જ માલગાડીના ડબ્બા પર બે યુવકો ઉભા છે અને તેમની ઉપરથી હાઈ ટેન્શન લાઈન પણ પસાર થઈ રહી છે. પરંતુ પોતાના જીવની ચિંતા કર્યા વિના આ લોકો સ્ટંટ કરવામાં વ્યસ્ત છે. યુવકો કમ્પાર્ટમેન્ટ પર ઉભા રહીને પોતાના મસલ્સ બતાવી રહ્યા છે.

યુવાનોએ જ આ વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે NTPC પ્લાન્ટની નજીકનો હોવાનું જણાય છે. વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. આમાં જોવા મળતા યુવકોની ઓળખ કરીને તેમની સામે યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *