કોરોનાકાળમાં SVP હોસ્પિટલના નર્સિંગના કર્મચારીઓ નારાજ જોવા મળી રહ્યાં છે. આગોતરી જાણ કરવા ને બદલે એકાએક પગાર કાપી લેવાતા નર્સિંગના 75 જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં ભેગા થયા છે. નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા જાણ કરવામાં આવતા નારાજગી ફેલાઈ છે.
ખરેખર તો સરકાર દ્વારા એવી જાહેરાતો કરવામાં આવી છે કે આવા વોરિયર્સ ને એક્સ્ટ્રા પગાર આપવામાં આવશે પરંતુ આ તો પગાર માંથી જ પૈસા કાપી લેવા માં આવશે. ઇમેઇલ મા જણાવાયું છે કે PPE તથા માસ્ક નો તમારા પર ખર્ચો થયો હોવા થી પગાર કપાશે.
મળતી વિગતો અનુસાર કર્મચારીઓએ વિરોધ કરતા ‘નોકરી કરવી હોય તો કરો’ એવું કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા કહેવામાં આવ્યું. આ ઉપરાંત તેમને એવું પણ કહેવાયું કે PPE કિટ, માસ્ક સહિતનો ખર્ચ થયો હોવાથી પગાર કાપવામાં આવશે.
SVP હોસ્પિટલ અમદાવાદ નો નર્સિંગ સ્ટાફ સવારે ૬ વાગ્યા થી હડતાલ પર ઉતર્યો છે. રાત્રે એમને ઇમેઇલ દ્વારા ખબર પાડી કે એમનો પગાર કપાઈ જશે. હકીકતમાં PM અને CM કેરસ ફંડ કોરોના ને લીધે કામ કરતી અને સ્પેશીયલ હોસ્પિટલોને આપવાની વાત હતી. હાલમાં આ ફંડ નો હિસાબ આંગવામાં આવી રહ્યો છે તો કેન્દ્ર સરકાર આ માહિતી આપી રહી નથી. આ ફંડ સરકારી ન હોવાથી આ ફંડની માહિતી આપી શકાય નહી તેવું જણાવવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news