સ્વામી સત્યમિત્રાનંદજી ગીરીએ 1983માં હરિદ્વારમાં ભારત માતા મંદિરની સ્થાપના કરી હતી.
26 વર્ષની ઉંમરમાં ભાનપુરા પીઠના શંકરાચાર્ય બન્યા હતા, 2015માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.
ભારતમાતા મંદિર હરિદ્વાર ના સ્થાપક અને નિવૃત્ત શંકરાચાર્ય મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદજી ગીરી 83 વર્ષની ઉંમરે મંગળવારની સવારે બ્રહ્મલીન થયા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. બુધવારે હરિદ્વાર સ્થિત ભારત માતા મંદિર ટ્રસ્ટના રાઘવ કુટીરમાં તેમને સમાધિ આપવામાં આવશે.
19 સપ્ટેમ્બર 1932માં આગ્રામાં જન્મેલા સ્વામી સત્યમિત્રાનંદજી જુના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી ના ગુરુ હતા.2015માં તેઓને પદ્મભૂષણ પુરસ્કાર થી સન્માનીત કરવામાં આવ્યા હતા.
સ્વામી સત્યમિત્રાનંદજી અને પ્રમુખસ્વામી મહારાજ વચ્ચે એક આધ્યાત્મિક મિત્રતા હતી.
સ્વામી સત્યમિત્રાનંદજી પ્રમુખસ્વામી મહારાજ વિશે કહે છે કે પ્રમુખસ્વામી ફક્ત ભારતના જ નહિ પરંતુ આખી દુનિયાના સંત સમાજ ના પ્રમુખ થવા યોગ્ય છે. તેઓ સંત શિરોમણી છે. સ્વામી સત્યમિત્રાનંદજી ઘણી વખત પ્રમુખસ્વામી જી સાથે મુલાકાત કરી છે અને તેઓ અવારનવાર પ્રમુખસ્વામીના વખાણ કરતા જોવા મળ્યા છે. જ્યારે પ્રમુખસ્વામી સારંગપુરમાં બ્રહ્મલીન થયા ત્યારે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.