સ્વપ્નિલ કુસાલે શૂટિંગમાં રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો ત્રીજો ઓલિમ્પિક મેડલ

ParisOlympics 2024: ભારતના સ્વપ્નિલ કુસાલેએ કમાલ કરી બતાવી છે. તેણે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્વપ્નીલે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેનો કુલ સ્કોર 451.4 હતો. સ્વપ્નિલ કુસાલે પહેલા મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ગેમ્સમાં(ParisOlympics 2024) મેડલ જીત્યા હતા. ઓલિમ્પિક ઈતિહાસની વાત કરીએ તો, સ્વપ્નિલ મેડલ જીતનાર સાતમો ભારતીય શૂટર છે.

પહેલીવાર કોઈ ભારતીય ઓલિમ્પિક ફાઈનલમાં પહોંચ્યો
સ્વપ્નિલે 10.0 અંક મેળવ્યા છતાં બ્રોન્ઝ મેડલ જીત્યો. સ્વપ્નિલ કુસાલેનો કુલ સ્કોર 451.4 છે. યુક્રેનના કુલિશે સિલ્વર મેડલ જ્યારે ચીનના યુકુને ગોલ્ડ મેડલ જીત્યા. ભારતનો પેરિસ ઓલિમ્પિકમાં આ ત્રીજો મેડલ છે. પહેલીવાર ઓલિમ્પિકમાં એવું બન્યું છે કે એક જ ખેલમાં ભારતને 3 મેડલ મળ્યા ચે. 50 મીટર રાઈફલ 3 પોઝીશનમાં પહેલીવાર કોઈ ભારતીય ઓલિમ્પિક ફાઈનલમાં પહોંચ્યો અને મેડલ જીત્યો.

ભારતનો આ ત્રીજો મેડલ
ચીનના લિયુ યુકુન ટોપ પર રહ્યો હતો. તેનો સ્કોર 463.6 હતો. જ્યારે યુક્રેનની કુલિસ સેરહી બીજા ક્રમે રહી હતી. ભારતના સ્વપ્નિલ કુસાલે ઈતિહાસ રચ્યો છે. સ્વપ્નીલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. વર્તમાન ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ ત્રીજો મેડલ હતો. આ પહેલા ભારતના છેલ્લા બે મેડલ પણ શૂટિંગમાં આવ્યા હતા.

5મો દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો હતો
પેરિસ ઓલિમ્પિકમાં છઠ્ઠા દિવસે ભારતને મેડલ મળ્યો હતો. અગાઉ 5મો દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો હતો. બેડમિન્ટનમાં ભારતના પી વી સિંધુ અને લક્ષ્ય સેન જીતીને રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યા હતા.

ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા વિજેતા રહી હતી અને તે પણ રાઉન્ડ ઑફ 16માં પહોંચી હતી. ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર લવલીના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. તો બીજી તરફ તીરંદાજીમાં દીપિકા કુમારી પણ રાઉન્ડ ઑફ 16માં પહોંચી ગઈ હતી.