ગુજરાતની બજારોમાં આવી ગઈ કેસરથી લઈને આફૂસ મીઠ્ઠી કેરી- જાણો શું છે ભાવ?

ઉનાળો(Summer) આવતાની સાથે જ કેરીની યાદ આવવા લાગે છે. ત્યારે સિઝનની શરૂઆતથી અનેક અવરોધોને પાર કર્યા બાદ હવે કેરી(mango) સ્થાનિક બજારમાં પહોંચી છે. દરેક કેરીઓમાં વિશેષ આલ્ફોન્સો(Alphonso Mango) એટલે કે હાફુસ છે. જેના કારણે લોકો તેની આતુરતાથી રાહ જુએ છે. અગાઉ હાફુસ કેરી મુખ્ય બજારમાં જ પહોંચતી હતી પરંતુ હવે આ કેરીનું આગમન રત્નાગીરી જિલ્લાના પાવાસ(Pavas of Ratnagiri district), ગણેશગુલે(Ganeshgule) અને ગણપતિપુલે(Ganapatipule) જેવા તમામ સ્થાનિક બજારો (Local markets)માં શરૂ થઈ ગયું છે. આ વર્ષે નુકસાન છતાં હાફુસ કેરીના ભાવ (Price)યથાવત્ છે. નુકસાન બાદ ભાવ ઘટવાની ધારણા હતી, પરંતુ હાફુસ કેરીએ તેનું મૂલ્ય જાળવી રાખ્યું છે.

મળતી માહિતી અનુસાર, અત્યારે બજારમાં એક ડઝન હાફુસની કિંમત રૂ.1200 થી રૂ.2000 સુધીની છે. આમ તો, આ વર્ષે હાફુસ કેરી બજારોમાં મોડી પહોંચી છે. વેપારીઓનું કહેવું છે કે ‘કેરીના ભાવ ઘટતા હજુ સમય લાગશે’. આવી સ્થિતિમાં વાશી એપીએમસી, નવી મુંબઈના ફ્રૂટ ડિરેક્ટર સંજય પાનસરે જણાવ્યું હતું કે, આ વખતે હાફુસ કેરીના 25,000 બોક્સ વાશી મંડીમાં પહોંચી રહ્યા છે. જેની બજાર કિંમત રૂ.1500 થી રૂ.4000 સુધી ચાલી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં રૂ.500 થી 700નો વધારો થયો છે. એપ્રિલના અંત સુધીમાં આ ભાવમાં ઘટાડો થઈ શકે છે આવું ફ્રૂટ ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

હાફુસ કેરીના ઉત્પાદનમાં ઘટાડો:
આ વર્ષે કમોસમી વરસાદ અને ખરાબ હવામાનને કારણે કેરીના બગીચા પર ખરાબ અસર દેખાઈ હતી. આથી કેરીનું ઉત્પાદન ઘટી ગયું છે. આ કારણે દર વર્ષ કરતા આ વર્ષે ભાવ ઊંચા રહેવાની ધારણા છે. મહારાષ્ટ્ર હાફુસ કેરીનું સૌથી મોટું ઉત્પાદક છે. અહીં રત્નાગીરી, રાયગઢ અને કોંકણ ક્ષેત્રમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. આ વર્ષે ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતો પરેશાન હતા, પરંતુ સારા ભાવને કારણે નુકસાનની ભરપાઈ થઈ રહી છે.

કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે:
કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે. દરેક કેરી કરતા આલ્ફોન્સો સૌથી ખાસ છે. કોંકણ પ્રદેશમાં તો ફળોનો રાજા માર્ચની શરૂઆતમાં જ આવી જાય છે. પરંતુ આ વર્ષે પ્રકૃતિના મારને કારણે ઉત્પાદન પર અસર પડી છે. સિઝનના અંતે કદાચ ભાવ નીચા આવશે, આવું કૃષિ નિષ્ણાતોનું કહેવું છે. આ સિવાય વધતા રોગચાળાને કારણે નિકાસને લઈને પણ મૂંઝવણ સર્જાઈ છે. આમ છતાં પણ, પુણેથી અમેરિકા ગયા અઠવાડીએ જ હાફુસની નિકાસ કરવામાં આવી હતી.

આટલો છે હાફુસ કેરીનો ભાવ:
સામાન્ય રીતે તો હાફૂસ મુખ્ય બજારમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે મુખ્ય બજાર બાદ રત્નાગીરી જિલ્લાના સ્થાનિક બજારમાં હાફુસ કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. રત્નાગીરી નજીકના ગણેશગુલે અને ગણપતિપુલે સ્થાનિક બજારોમાં કેરીઓ આવવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષ ભાવમાં 500 થી 700 રૂપિયાનો વધારો છે તેથી કેટલાક સામાન્ય ગ્રાહકો ઇચ્છે તો પણ ખરીદી નથી શકતા. અત્યારે તો પૈસાવાળા જ તેનો સ્વાદ ચાખી શકશે. તેથી કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, કેરીના ભાવ ઘટવા માટે મે સુધી રાહ જોવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *