સ્વીટી પટેલના ગુમ થવાના કેસમાં તેમના પતિ PI જ અજય દેસાઈ જ તેમના હત્યારા હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું. એક સાથે બે-બે વાર લગ્ન કરીને બે મહિલાઓની જિંદગી સાથે ખિલવાડ કરનારા તેમના જ પતિ અજય દેસાઈને કડકમાં કદડ સજા મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે સ્વીટી પટેલના ઓસ્ટ્રેલિયામાં રહેતા દીકરા રીધમે પણ પોતાની માતાના હત્યારાને કડકમાં કડક સજા મળે તે માટે માંગ કરી છે અને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ કરી છે.
ઓસ્ટ્રેલિયામાં રહેતા સ્વીટી પટેલના દીકરા રિધમે ફેસબુક પર ‘Justice for my mom’ નામના પેજ પર આજે એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખતા જણાવ્યું છે કે, છેલ્લા ઘણા દિવસથી અમે તેમના સંપર્કમાં નહોતા પણ અમે માનસિક રીતે તૈયાર નહોતા અને અમને થોડી સુરક્ષાની જરૂર હતી. જે લોકોએ અમને અત્યાર સુધી સાથ આપ્યો છે અને અમારા અવાજને તમામ સાચા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી છે એ લોકોને અમારા દિલથી નમસ્કાર. અમારી મદદમાં મીડિયાનો ફાળો પણ ખૂબ મોટો રહ્યો છે. અમે ગુજરાત પોલીસ અને ભારતની કાનૂન વ્યવસ્થાના પણ ખુબ ખુબ આભારી છીએ.
સાથે જ રિધમે આગળ લખતા જણાવ્યું છે કે, આપ સૌએ જૂઠને બધાની સમક્ષ લાવીને અમારી ખુબજ મદદ કરી છે. હવે અમારે એનાથી મોટી મદદની જરૂર છે. મારી મમ્મીને આવી અમાનવીય મોત આપવાવાળાને અમારા 2 વર્ષના નિર્દોષ ભાઈ અંશને એની માતાથી અલગ કરી દેનારને કડક સજા મળે એવી અમારી માંગ છે. પોલીસ એનું કામ તો કરી જ રહી છે, પરંતુ તેમ છતાં આપ તમામ લોકોનો સાથ જોઈશે.
સ્વીટી પટેલના ભાઇ જયદીપ પટેલે સ્વીટી પટેલ કેસના આરોપી પીઆઇ અજય દેસાઇની આવક તથા મિલકતો તથા કિરીટસિંહ જાડેજા સહિતના અન્ય લોકો સાથેના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માટે એસીબી સમક્ષ માગ કરી છે. જયદીપ પટેલે DGPને લખેલા પત્રમાં રજૂઆત કરતા ક્જહ્યુ કે, અજયે પહેલા લગ્ન સ્વીટી સાથે કર્યા બાદ બીજા લગ્ન ગેરકાયદે પૂજા સાથે કર્યા છે. સ્વીટી પટેલનો પુત્ર હાલ પૂજા પાસે છે. પહેલા લગ્ન કરેલા હોવા છતાં બીજા લગ્ન કરવા એ કાયદાકીય રીતે ગુનો બને છે. તેમના ભાણિયાનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.