ઓર્ડર મોડો પહોચતા હોટલ કર્મચારી સાથે થઇ બબાલ, સ્વિગી ડિલિવરી બોયે રેસ્ટોરન્ટ માલિકને ધરબી દીધી ગોળી

દિલ્હીની નજીક આવેલા ગ્રેટર નોઈડામાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે જે જાણીને તમારી આંખો પહોળી થઇ જશે. એવો આરોપ છે કે, ઓનલાઈન ફૂડ ડિલિવરી…

દિલ્હીની નજીક આવેલા ગ્રેટર નોઈડામાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે જે જાણીને તમારી આંખો પહોળી થઇ જશે. એવો આરોપ છે કે, ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતા રેસ્ટોરન્ટના માલિકને એક ડિલિવરી બોયે ગોળી મારી હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, રેસ્ટોરન્ટના કર્મચારી અને સ્વિગીના ડિલિવરી બોય વચ્ચે ફૂડ ઓર્ડરની ડિલિવરીમાં વિલંબને લઈને વિવાદ થયો હતો. જ્યારે રેસ્ટોરન્ટના માલિકે બંને વચ્ચે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ડિલિવરી બોયે તેને ગોળી મારી અને ત્યાંથી ભાગી ગયો. આ ઘટના અંગે પોલીસ હાલમાં તેની શોધ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ સુનીલ અગ્રવાલ તરીકે થઈ છે. મૃતક ગ્રેટર નોઈડાની મિત્ર સોસાયટીમાં  Zam Zam નામની ફૂડ ડિલિવરી રેસ્ટોરન્ટ ચલાવતો હતો. ડિલિવરી બોય મંગળવારે મોડી રાત્રે તેની રેસ્ટોરન્ટમાં ચિકન બિરયાની અને ‘પુરી સબ્ઝી’ નો ઓર્ડર લેવા માટે પહોચ્યો હતો.

એક ઓર્ડર તૈયાર હતો, જ્યારે બીજો ઓર્ડરમાં વાર લાગી રહી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આનાથી ડિલિવરી બોય ગુસ્સે થયો અને રેસ્ટોરન્ટ સ્ટાફ સાથે ઝઘડો કરવા લાગ્યો. આરોપ છે કે જ્યારે સુનીલ અગ્રવાલે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ડિલિવરી બોયે તેને માથામાં ગોળી મારી દીધી. ઘટના બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. તે જ સમયે, ઘાયલ સુનિલ અગ્રવાલને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

રિપોર્ટ અનુસાર, આરોપી ડિલિવરી બોય દારૂના નશામાં ધુત હતો અને તેની સાથે અન્ય વ્યક્તિ પણ હતી. જેણે હત્યા બાદ તેને ભાગી જવામાં મદદ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *