ગુજરાત રાજ્યની ઘણી સરકારી શાળામાં ખાનગી શાળા જેવી સુવિધાઓ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યની આદર્શ શાળાની શ્રેણીમાં આજે અમે તમને ગાંધીનગરના રાજપુરમાં આવેલી સરકારી શાળા વિશે વાત કરી રહ્યા છીએ. અમદાવાદ શહેરથી 50 km દૂર આવેલા રાજપુર ગામની એક સરકારી શાળામાં આધુનિક સુવિધાઓની સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, આ બધી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓના ભણતરની સાથે સાથે ઘડતર કરવામાં મદદ કરે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સ્વિમિંગ પૂલની પણ સુવિધા આપવામાં આવે છે, આ સરકારી શાળામાં વિદ્યાર્થીને ફાયરિંગની ટ્રેનિંગ અને નેતૃત્વ કરી શકે તે અંગેની અલગ જ ટ્રેનિંગ આપવામાં આવે છે. શાળાના બાળકોનું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે, આ મંત્રી મંડળમાં મુખ્યમંત્રીથી લઇને વિધાનસભા અધ્યક્ષ સુધીના પદ હોય છે અને એ માટે ખાસ ચૂંટણી અને મતદાન પણ કરવામાં આવે છે.
શિસ્ત અને વ્યક્તિગત વિકાસના પાઠ ભણાવવામાં આવે છે.
મોટાં વિકસિત શહેરોમાં વિવિધ આધુનિક સુવિધા ધરાવતી અનેક ખાનગી શાળામાં લાખો રૂપિયાની ફી લેવામાં આવે છે. પરંતુ બાળકોને શિસ્ત અને વ્યક્તિગત વિકાસના પાઠ ભણાવવા માટે અલગથી ફી લેવામાં આવે છે, પરંતુ અમદાવાદથી દુર આવેલા રાજપુર ગામમાં આવેલી શાળામાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે શિસ્ત અને વ્યક્તિગત વિકાસના પાઠ ભણાવવામાં આવે છે. જેના લીધે તેઓ જયારે શાળામાંથી અભ્યાસ કરીને બહાર નીકળે ત્યારે ખાલી ભણતર નહીં, પણ જીવનનું ઘડતર કરીને પણ બહાર નીકળે છે.
વિદ્યાર્થી ભણવા આવે એ માટે રોજ નવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે…
ગાંધીનગરથી 25 km દૂર આવેલા રાજપુર ગામમાં આવેલી શાળા વિશે ગામનાં બધા વિદ્યાર્થી અને વાલીઓ કહે છે કે, આ મારી સ્કૂલ છે. આ શાળામાં ગાંધીજીની વિચારધારા સાથે જોડાયેલાં બિંદુબેન શિક્ષક તરીકે જોડાણા હતાં. જ્યારે બિંદુબેન રાજપુર ગામમાં આવ્યાં ત્યારે શાળામાં નોંધાયેલાં વિદ્યાર્થીની સંખ્યા 60 હતી, પણ અભ્યાસ માટે ખાલી 35 જેટલાં જ વિદ્યાર્થીઓ આવતાં હતાં. રાજપુર ગામનાં વિદ્યાર્થી શાળામાં ભણવા માટે આવે તે માટે બિંદુબેને નવો માર્ગ અપનાવ્યો અને રોજ નવી નવી પ્રવૃત્તિઓ કરાવવાની શરૂ કરી જેના લીધે બાળકો શાળાએ ભણવામાં જાય.
વિદ્યાર્થી જાતે જ કરે છે સ્કૂલની પ્રવૃત્તિઓનું આયોજન
શિક્ષક બિંદુબેન સાથેની વાતચીતમાં જાણવામાં આવ્યું કે, આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કંઈક નવું જ્ઞાન મળે એ માટે અલગ અલગ નવા પ્રોજેક્ટ કરતા રહીએ છીએ. આ શાળા ભલે સરકારી હોય, પરંતુ અહીંયા સ્વિમિંગ પૂલથી લઈને વિદ્યાર્થીને ફાયરિંગની ટ્રેનિંગ, ટ્રેકિંગની સાથે સાથે પોતાનામાં રહેલી નેતૃત્વશક્તિ વધે એ માટેના અલગ આયોજન કરવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી માટે દર વર્ષે ચૂંટણી કરવામાં આવે છે. આ ચૂંટણી બેલેટ પેપરના આધારે કરવામાં આવે છે. ચૂંટાયેલાં વિદ્યાર્થીને હોદ્દા આપવામાં આવે છે, આ હોદ્દામાં મુખ્યમંત્રી, મહામંત્રી, શિક્ષણમંત્રી અને નાણામંત્રી જેવી અલગ અલગ પોસ્ટ પર ચૂંટવામાં આવે છે. ચૂંટણીનું આયોજન વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે છે અને કામગીરી સોંપવાથી લઈને નેતૃત્વ સુધીના કામ વહેંચણી સહિતની બધી વિગતો વિદ્યાર્થી નક્કી કરે છે. વિદ્યાર્થી દ્વારા જ શાળાનું અને શાળાની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en