હાલ આખો દેશ કોરોના સામે યુદ્ધ લડી રહ્યો છે. દિલ્હીમાં તબલીગી જમાતમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયાં હતા જેમાંથી ઘણા કોરોનાનો ભોગ બન્યા છે. કોરોનાએ જમાતના મૌલાનાને પણ નથી બક્ષ્યો. ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદના બે સબંધીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ મળી આવ્યો છે. મૌલાના સાદના બે સબંધીઓના સેમ્પલમાં કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા વહીવટી તંત્રએ અહીંના મોહલ્લા મુફ્તી વિસ્તારને સીલ કરી દીધો છે. અહીં 8 લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાની જાણકારી સહારનપુરના જિલ્લા અધિકારી અખિલેશ સિંહે આપી છે.
આ બંને પોઝિટિવ વ્યક્તિઓ મૌલાના સાદના સાસરી પક્ષના છે. લૉકડાઉનના પહેલા બન્ને મરકજમાં રોકાયા હતા. બન્ને તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. જેથી તેમના સહિત 4 અન્ય લોકોને આઈસોલેટ કરવામાં આવ્યા હતા. તપાસમાં બે જણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેઓ કોના-કોના સંપર્કમાં આવ્યા હતા? તેની શોધખોળ કરવા માટે તંત્ર દોડતું થઈ હયું છે.
અગાઉ દિલ્હી પોલીસ જમાતના અમીર મૌલાના મોહમ્મદ સાદ સહિત અનેક લોકો પર બદઈરાદે હત્યાનો કેસ દાખલ કર્યો છે. આ સાથે જ પોલીસે વીઝા નિયમોનો ભંગ કરનારા 1900 જમાતીઓ વિરૂદ્ધ લૂકઆઉટ નોટિસ ઈસ્યુ કરી છે. કહેવાય છે કે, ક્વોરેન્ટાઈન પીરિયડ સમાપ્ત થયા બાદ મૌલાના સાદની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે, બુધવારે દેશમાં કુલ 11439 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે મૃતકોની સંખ્યા 377 પર પહોંચી ગઈ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 1076 કોરોના પોઝિટિવ કેસો પણ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news